મહુવા પોલીસે મુસાફરના રિક્ષામાં ભૂલાઇ ગયેલ સોનાના દાગીના, રોકડ મૂળ માલિકને કર્યા પરત
આજરોજ મહુવા પોલીસ પેટ્રોલીંગમા હતી તે દ દરમ્યાનમાં તેવી માહિતી મળેલ કે રાજુલાના રહેવાસી હસમુખભાઈ દેવજીભાઈ વાજા એ પો.સ્ટે.આવી જણાવેલ કે પોતે રાજુલાથી પોતાના આશરે જુના સોનાના દાગીના જેવા કે સોનાના હાર નંગ-2 , મગમાળા નંગ-1 તથા બુટ્ટી જોડ નંગ-1 તથા સોનાના બટન નંગ-3 તથા રોકડ રકમ રૂૂપીયા 26500/- મળી કુલ કિંમત રૂૂ. 10 લાખ મુદામાલ લઈ મહુવા ખાતે નવા સોનાના દાગીના બનાવવા માટે આવેલ હતા તેઓ મહુવા એસ.ટી.બસ સ્ટેશનથી રીક્ષામાં બેસી સોની બજાર ગયેલ જ્યા તેઓ આ પોતાનો થેલો રીક્ષા ભુલી ગયેલ હતા .બાદ તેઓ મહુવા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે માહિતી આપતા પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ.પટેલ એ મહુવા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ટીમો બનાવી સી.સી.ટીવી ફુટેઝ આધારે રીક્ષા નંબર મેળવી તથા રીક્ષાના ડ્રાઈવર ઈકબાલભાઈ દાદુભાઈ અગવાન રહે હેન્ડલનગર ખારામાં મહુવાવાળાને શોધી કાઢી જુના સોનાના દાગીના તથા રોકડ રકમ રૂૂપીયા 26500/- મળી કુલ આશરે રૂૂપિયા 10 લાખ મુદ્દામાલનો થેલો પરત મેળવી સરકારનાં તેરા તુજકો અર્પણ સુત્રને ખરા અર્થમાં સાર્થક કરેલ છે.
આ કામગીરીમાં પો.ઇન્સ. કે.એસ.પટેલ ના માર્ગદર્શન હેઠળ અના.હેડ કોન્સ.એ.કે.પંડયા તથા પો.કોન્સ.જીતેન્દ્રભાઇ કાતરીયા તથા પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ વાળા તથા પો.કોન્સ. શંભુભાઇ ડાભી પો.કોન્સ. વિજયભાઇ પંડયા તથા પો.કોન્સ.વિજયભાઈ બાબુભાઈ જોડાયા હતા.