મહાસોમયજ્ઞની તૈયારીઓને આખરી ઓપ, ગુરુવારે પોથીયાત્રા
શહેરના મેદાનમાં તારીખ 22 થી 27 દરમિયાન ભવ્ય અને દિવ્ય શ્રી વિરાટ વાજપેય મહાસોમ યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનથી સમગ્ર વૈષ્ણવ સંપ્રદાયમાં આનંદને હેલી ઉમટી છે.
શ્રી રઘુનાથજી મહારાજ શ્રી તેમજ દીક્ષિત પત્ની શ્રી જાનકી વહુજીના સર્વાધ્યક્ષ સ્થાને યોજાનાર આ મહા સોમ્યજ્ઞ મહોત્સવ દરમિયાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા છે.
સોમ યજ્ઞના પ્રારંભ પહેલા તા. 21 ના રોજ સાંજે 4 થી 6 દરમિયાન 3- જાગનાથ પ્લોટ સનરાઈઝ એપાર્ટમેન્ટ ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળશે. તેમજ સાંજના છ વાગ્યે આ શોભાયાત્રા શાસ્ત્રી મેદાન સ્થિત યજ્ઞશાળામાં પ્રવેશ કરશે.
તા. 22ના રોજ ગણેશ સ્થાપન તા. 23ના રોજ પ્રવગ્ય, આ દિવસે રાત્રિના શ્રીનાથજીની ઝાખી, તા. 24ના રોજ સવારે 11:30 વાગ્યે અને 6.00 અગ્નિશિખાના દર્શન, તા. 25ના રોજ સાંજે 7:30 કલાકે અક્ષત વર્ષા તેમજ રાત્રિના 9:00 વાગ્યે પુષ્ટિ ડાયરોનું આયોજન કરાયું છે.
તા. 26ના રોજ સવારે 10 કલાકે અને બપોરે 1:00 વાગ્યે માધ્યન દિન સાંજે ચાર કલાકે રથયાત્રા પિતૃદોષ શાંતિ તેમજ પાંચ વાગ્યે પિંડદાન નું આયોજન કરવામાં આવ્યું છે આજ દિવસે રાત્રિના 9:00 વાગે ઢાઢીલીલાનું આયોજન કરાયું છે.
તારીખ 22થી 27 સુધી ચાલનારા સોમ યજ્ઞમાં શાસ્ત્રોત વિધિ માટે દક્ષિણ ભારતમાંથી ભૂદેવ ની ટીમ આવશે યજ્ઞ દરરોજ સવારે 8:00 થી રાત્રે 9:00 વાગ્યા સુધી ચાલશે યજ્ઞ દરમિયાન શ્રી વિષ્ણુ ગોપાલ યજ્ઞમાં બેસવા માટે સવારે 9 થી 11 બપોરે 12 થી 2, 3 થી 5 અને સાંજે 6 થી 8 પરિક્રમા માર્ગ અવિરત ખુલ્લો રાખવામાં આવશે.
સોમયજ્ઞના મુખ્ય મનોરથીઓ તરીકે ગો.વા મૂળજીભાઈ વલ્લભભાઈ માંડલીયા, ગો.વા. ભાનુબેન મૂળજીભાઈ માંડલીયા, પ્રફુલભાઈ મૂળજીભાઈ માંડલીયા, મીતાબેન પ્રફુલભાઈ માંડલિયા, નયનભાઈ હરજીવનભાઈ ફિચડિયા, સુધાબેન, મિથીલેશભાઈ, સ્નેહાબેન, મૌલિકભાઈ તેમજ મનસ્વી મૌલિકભાઈ ફિચડીયા, પ્રફુલભાઈ હદ, ગૌલોકવાસી નિરંજનાબેન વિનોદભાઈ પારેખ, બીપીનભાઈ હદવાણી, રમેશભાઈ પાનેલીયા હિતેશભાઈ માંડલીયા તેમજ નિલેશભાઈ ઠક્કર સેવા આપશે.
મહાસોમ યજ્ઞ અંગે વિશેષ માહિતી માટે વિરેનભાઈ પારેખ 94282 03855, અશોકભાઈ પાટડીયા 95581 56904, વિજયભાઈ પાટડીયા, કમલેશભાઈ ધોળકિયા વિનુભાઈ વઢવાણા ભરતભાઈ માંડલિયા જયસુખભાઈ ફિચડીયા વિગેરેનો સંપર્ક સાધવા અનુરોધ કરવામાં આવ્યો છે.