For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વેરાવળ-ગાંધીગ્રામ વચ્ચે દોડશે મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન

11:36 AM Feb 22, 2025 IST | Bhumika
વેરાવળ ગાંધીગ્રામ વચ્ચે દોડશે મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન

Advertisement

ટિકિટોનું બુકિંગ આજથી શરૂ

જૂનાગઢમાં યોજાઈ રહેલા મહાશિવરાત્રી મેળા નિમિત્તે મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થઈને વેરાવળ-ગાંધીગ્રામ મહા શિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર દોડશે. જેની વિગતો નીચે મુજબ છે.

Advertisement

1. ટ્રેન નંબર 09568 વેરાવળ-ગાંધીગ્રામ મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન વેરાવળથી 21.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 8.00 કલાકે ગાંધીગ્રામ પહોંચશે. આ ટ્રેન માળીયા હાટીના, કેશોદ, જૂનાગઢ, જેતલસર, વિરપુર, ગોંડલ, ભક્તિનગર, રાજકોટ, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર જંકશન, બોટાદ, ધંધુકા, ધોળકા, બાવળા અને સરખેજ સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ કોચ હશે. આ ટ્રેન ઉપરોક્ત સમય મુજબ 23 થી 27.02.2025 સુધી દરરોજ ચાલશે.

2. ટ્રેન નંબર 09567 ગાંધીગ્રામ-વેરાવળ સ્પેશિયલ ટ્રેન ગાંધીગ્રામથી સવારે 10.10 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે સવારે 17.40 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેન માર્ગમાં સરખેજ, બાવળા, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, ધસા, લાઠી, ચિતલ, વડીયા દેવળી, જેતલસર, જૂનાગઢ, કેશોદ અને માળીયા હાટીના સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ કોચ પણ હશે. આ ટ્રેન ઉપરોક્ત સમય મુજબ 24. 02. 2025 થી 28.02.2025 સુધી દરરોજ ચાલશે.

ટ્રેન નંબર 09568 અને 09567 માટે ટિકિટ બુકિંગ 22. 02. 2025 થી પેસેન્જર રિઝર્વેશન કેન્દ્રો અને ઈંછઈઝઈ વેબસાઇટ પર ખુલશે. આ ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ ૂૂૂ. યક્ષિીશિુ. શક્ષમશફક્ષ ફિશહ. લજ્ઞદ. શક્ષ ની મુલાકાત લઈ શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement