For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીના મહામેળાનો પ્રારંભ

11:34 AM Feb 22, 2025 IST | Bhumika
ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીના મહામેળાનો પ્રારંભ

સવારે ભવનાથ મહાદેવને ધ્વજારોહણ બાદ પાંચ દિવસનો મેળો ખુલ્લો મુકાયો

Advertisement

ટ્રાફિક વ્યવસ્થા અને બંદોબસ્ત માટે 2500 પોલીસ તૈનાત, ક્યુઆર કોડથી પાર્કિંગ

NDRF અને SDRFની ટીમો ઉતારાઈ, વિખૂટા પડેલા લોકોનું મિલન કરાવવા 10 પીઆરઓ સિસ્ટમ

Advertisement

જૂનાગઢના પ્રાચીન ભવનાથ ક્ષેત્રમાં આજથી મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે. મેળો 22થી 26 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. જિલ્લા કલેક્ટર, કમિશનર અને સાધુ-સંતોના હસ્તે ભવનાથ મંદિરમાં પૂજા વિધિ બાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.
યાત્રાળુઓની સુરક્ષા માટે ચાર જિલ્લામાંથી 2500થી વધુ પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. કોઈ અઘટિત ઘટના ન બને તે માટે ગઉછઋ અને જઉછઋની ટીમો પણ તૈનાત છે. મહાનગરપાલિકા દ્વારા મેળાના રૂૂટ પરના તમામ રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવ્યું છે.

આ વર્ષે ટેકનોલોજીનો વિશેષ ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રવાસીઓ માટે ચછ કોડ આધારિત પાર્કિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઠવફતિંઆા દ્વારા પાર્ક ઈઝી ચેટબોટ પર શહેર પસંદ કરવાથી ૠજ્ઞજ્ઞલહય ખફાત પર પાર્કિંગની જગ્યા દર્શાવવામાં આવશે. વૃદ્ધો, બાળકો અને મહિલાઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પરિવારથી વિખૂટા પડેલા સભ્યોને શોધવા માટે 10 પીઆરઓ સિસ્ટમ ગોઠવવામાં આવી છે. શ્રદ્ધાળુઓ અને સાધુ-સંતો માટે પીવાના પાણી અને શૌચાલયની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

ઉદાસીન પંચાયતી અખાડાના મહંત ચેતેશ્વરાનંદ મહારાજે જણાવ્યું કે તેઓ છેલ્લા નવ વર્ષથી રાજસ્થાનથી આ મેળામાં આવે છે. હાલમાં કુંભ મેળો ચાલી રહ્યો હોવા છતાં, શિવરાત્રી મેળામાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ અને સાધુ-સંતોની હાજરી જોવા મળશે.
પોલીસ બંદોબસ્ત માટે ઈ-બંદોબસ્ત એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવશે. આ એપ દ્વારા પોલીસકર્મીઓને તેમની ફરજનું સ્થળ, કામગીરીની માહિતી અને હાજરી નોંધણી જેવી સુવિધાઓ મળશે.મેળામાં આવનારા યાત્રિકો માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે. પરિવાર સાથે જોડાયેલા રહેવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. ભીડમાં યોગ્ય અંતર જાળવવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે.

સાધુ-સંતોની સાથે હવે વિદેશી પ્રવાસીઓ પણ શિવરાત્રીના મેળામાં હાલમાં આવી રહ્યા છે, અને ભજન, ભોજન, ભક્તિના ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવા, ભક્તિમાં લીન થવા વિદેશી ભક્તો પણ પુણ્યનું ભાથું બાંધશે. ચકડોળ, ટોરા-ટોરા સહિતની વસ્તુઓમાં નાના બાળકો સહિત સૌ કોઈને મજા આવે તેવી રાઈડ્સનું કામકાજ હાલ ચાલી રહ્યું છે. આવતીકાલે તે પણ પૂર્ણ થઈ જશે અને અલગ અલગ રાઈડ્સમાં બેસવાની મજા અહીં આવતા શ્રદ્ધાળુઓ માણી શકશે.

મહત્વનું છે કે, હાલમાં દરેક અન્નક્ષેત્રમાં તૈયારીઓ પૂર્ણતા ફરી લીધી છે. પણ શ્રદ્ધાળુઓ આ મેળામાં પધારશે તે તમામ લોકો અહીંથી પ્રસાદ લીધા વગર પરત ન જાય તે માટે તમામ અન્નક્ષેત્રોએ પોતાની તૈયારી પૂર્ણ કરી લીધી છે.

હાલમાં જૂનાગઢ જિલ્લા પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અહીં આવતા કોઈપણ યાત્રાળુઓને તકલીફ ન પડે તે માટે તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આવતીકાલે સવારે 9:00 વાગ્યે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના હસ્તે ભવનાથ મંદિર પર ધ્વજારોહણ કર્યા બાદ શિવરાત્રી મેળાની વિધિવત શરૂૂઆત કરવામાં આવશે. હાલ મોટાભાગના શિવભક્ત અને સાધુ-સંતો જૂનાગઢના શિવરાત્રી મેળામાં પધાર્યા છે. દરેક સાધુ-સંતોએ પોતાનો ધુણો શરૂૂ કર્યો છે. સતત પાંચ દિવસ સુધી મેળામાં ધુણો ધખાવી અને સાધુ-સંતો શિવની આરાધનામાં લીન થઈ જશે. આ વર્ષે મહાકુંભ મેળો શરૂૂ છે, તેથી જૂનાગઢમાં સાધુ-સંતો ઓછા આવશે કે નહીં પધારે એવું નહીં થાય. દરેક સાધુ-સંતો દર વર્ષે જે રીતે આવે છે, તે રીતે જ આવશે અને દર વર્ષની માફક જ શિવરાત્રીનો મેળો ધામધૂમથી પ્રભુની ભક્તિમાં લીન થઈ અને મનાવવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement