26 દિવસ ભક્તોને ભક્તિરસમાં તરબોળ કરી મહંત સ્વામીની રાજકોટથી વિદાય
રોકાણ દરમિયાન મહંત સ્વામીએ સંતો અને ભક્તોને આશીવર્ચન દ્વારા સત્સંગનું અમૂલ્ય ભાથુ બાંધી આપ્યું
બી.એ.પી.એસ. સંસ્થાના વર્તમાન ગુરુ મહંતસ્વામી મહારાજ છેલ્લા 26 દિવસથી રાજકોટ શહેરનાભક્તોને આધ્યાત્મિક ભક્તિરસમાં તરબોળ કરીને આજે સવારે 10:30 વાગ્યે રાજકોટથી વિદાય થયા હતા. રાજકોટ મંદિરના તમામ સંતો અને પુરુષ મહિલા કાર્યકરો તેમજ ભક્તોએ તેઓને ભાવભીની વિદાય આપી હતી. રાજકોટથી હવે તેઓનુંવિચરણ આવનાર 7 દિવસ એટલે કે તા.18 જુલાઈ, ગુરુવાર સુધી અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના જન્મસ્થાન ભાદરા ખાતે રહેશે. ત્યારબાદ તેઓ બોચાસણ મુકામે બિરાજી સંતો ભક્તોનેદર્શન અને આશીર્વચનનો લાભ આપશે.
ગુરુપૂર્ણિમાનો પવિત્ર ઉત્સવ પણ તેઓની ઉપસ્થિતિમાં બોચાસણ મુકામે યોજાશે.
રાજકોટ શહેરમાં 26 દિવસના રોકાણ દરમિયાન મહંત સ્વામી મહારાજે સંતો અને ભક્તોને આશીર્વચન દ્વારા સત્સંગનું અમુલ્ય ભાથુ બાંધી આપ્યું હતું. તેઓના રાજકોટ રોકાણ દરમિયાન આપેલ આશીર્વચનમાંથી કેટલાક અંશો…
કોઈ કાર્યમાં પ્રયત્નો કર્યા પછી પણ નિષ્ફળતા મળે તો ભગવાન પર વિશ્વાસ, મહિમા અને શ્રધ્ધા રાખવા અને પ્રયત્નો ચાલુ રાખવા. ભગવાન પર છોડી દેવું.ભગવાન જે કરે છે તે બરાબર કરે છે. એમ ગુણ લેવો.
સ્વભાવ સહેલાઈથી ટળે નહિ તેના માટે મહેનત કરવી પડે, તેનો ઉપાય એ છે કે જે કાર્ય કરીએ છીએ તેમાં શ્રધ્ધા રાખીને મંડી પડવુંઅને ભગવાનમાં વિશ્વાસ રાખવો.
સત્સંગમાંબધાએ સાથે હળી મળીને રહેવું. કોઈ સાથે વેર ઝેર રાખવું નહીં.
પોતાના અવગુણની સામે જોવું કે મારે ક્યાં ક્યાં ભૂલો થાય છે.કોઇના અભાવ અવગુણ ન લઈએ તો અંતરમાં આનંદના ફુવારા છૂટ્યા કરે.
સત્સંગ મળ્યો છે તો સમજણ રાખવી જેથી બધા પ્રશ્નો હલ થઇ જાય.
કોઈ અપમાન કરે તો સહન કરવું. અપમાન કે દુ:ખમાં ભગવાન અને અધ્યાત્મ પ્રત્યે શ્રદ્ધા ડગવા દેવી નહીં તો જ મોક્ષના માર્ગમાં ટકી શકીએ.
દરેકનું જીવન રથયાત્રા જ છે. આ જીવનરૂૂપીરથયાત્રામાં સુખ દુ:ખ, માન અપમાન બધું આવવાનું જ પણ તેમાં સત્સંગ આપણને સ્થિર રાખે.દેહ અને આત્મા જુદા માનવા એજ સાધના છે.
ઘરસભા એ પ્રમુખ સ્વામી મહારાજે આપેલ સંજીવની છે માટે ઘરના તમામ સભ્યોએ ભેગા બેસીને ઘરસભા અચૂક કરવી.
સત્સંગનીદ્રઢતા વધારવા સૌએ રવિસભાનો લાભ લેવો.
અત્રે ઉલ્લેખનીય છે કે બી.એ. પી.એસ. સ્વામિ નારાયણમંદિરે દર રવિવારે સાંજે 5:30 થી 7:30 દરમિયાન બાળકો-બાલિકાઓ માટે બાળસભા, યુવકો-યુવતીઓ માટે યુવાસભા તેમજ વડીલ પુરુષ-મહિલાઓ માટે સત્સંગ સભા યોજાતી હોય છે જેના દ્વારા ભક્તો એમના જીવનમાં આવતા વિવિધ પ્રશ્નો વચ્ચે સ્થિરતાપૂર્વક રહી સત્સંગના પાઠો દ્વારા જીવનમાં વ્યવહારિક અને આધ્યાત્મિક માર્ગે ઉત્તરોત્તર પ્રગતિ કરતા હોય છે.