For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આણદાબાવા આશ્રમના મહંત દેવપ્રસાદજી માનસ સદ્ભાવના કથા શ્રવણનો લાભ લેશે

05:52 PM Nov 23, 2024 IST | Bhumika
આણદાબાવા આશ્રમના મહંત દેવપ્રસાદજી માનસ સદ્ભાવના કથા શ્રવણનો લાભ લેશે
Advertisement

સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા નવનિર્મિત વૃધ્ધાશ્રમ તથા દેશમાં 151 કરોડ વૃક્ષો વાવવાની નેમ સાથે સેવાયજ્ઞ શરૂૂ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂૂપે તા.23 નવેમ્બરથી તા.1 ડિસેમ્બર, 2024 સુધી રેસકોર્ષ મેદાન રાજકોટ ખાતે વિશ્વસંત મોરારિબાપુની વૈશ્વિક રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તા.ર7 નવેમ્બરે વિશ્વ પ્રસિધ્ધ આણદાબાવા આશ્રમ, જામનગરના મહંત દેવપ્રસાદજી મહારાજ કથાશ્રવણ માટે પધારશે.

આણદાબાવા આશ્રમ, જામનગર 330 વર્ષથી સેવા પ્રવૃતિ કરે છે. દેવપ્રસાદજી મહારાજ આઠમા ગાદીપતિ છે. તેમના દ્વારા અત્યારસુધીમાં ગુજરાતમાં લગભગ 2500 સમુહલગ્નોત્સવ થયા છે. કોઈપણ જ્ઞાતિ-ધર્મના ભેદભાવ વગર તેઓ દર વર્ષે 108 સમુહલગ્નો યોજીને ગરીબ અને મધ્યમ વર્ગના માતા-પિતાની દિકરીઓના ધામધુમથી લગ્ન કરાવે છે.

Advertisement

આશ્રમ દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી ડાયાલીસીસ સેન્ટર અને કીડનીના રોગોની સારવાર માટેનું સેન્ટર ચાલી રહયું છે જયાં એકપણ રૂૂપિયો લીધા વગર હજારો ડાયાલીસીસ કરવામાં આવ્યા છે અને અસંખ્ય દર્દીઓને નિ:શુલ્ક સારવાર આપવામાં આવી છે. વળી સંસ્થા દ્વારા વૃધ્ધાશ્રમ, બહેરા-મુંગા માટેની શાળા પણ ચલાવવામાં આવે છે.
હાલનો યુગ શિક્ષણનો યુગ હોવાથી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની શાળાઓ પણ આણદા બાવા આશ્રમ દ્વારા ચલાવવામાં આવી રહી છે, જયાં ચાર હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહયા છે. તો દેવભાષા સંસ્કૃતનું જ્ઞાન આજના યુગમાં જરૂૂરી હોવાથી સંસ્કૃત પાઠશાળા પણ ચલાવવામાં આવી રહી છે.

સૌરાષ્ટ્ર ગુજરાતની કોઈપણ ધાર્મિક સંસ્થાઓમાં જેમ અન્નક્ષેત્રો ચલાવવામાં આવતા હોય છે એમ આણદાબાવા આશ્રમમાં પણ કેટલાયે વર્ષોથી અન્નક્ષેત્ર ચાલી રહયું છે.સંસ્થા દ્વારા દર મહિને 300થી વધુ ગરીબ પરિવારોને રાશનની કીટનું વિતરણ કરવામાં આવે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement