જૂનાગઢ ભારતી આશ્રમના મહાદેવ ભારતીની હકાલપટ્ટી, આશ્રમમાં નો એન્ટ્રી
ભારતી આશ્રમના મહાદેવ ભારતીને ગઈકાલે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. બીજી તરફ ભારતી આશ્રમના ગુરુ હરિહરાનંદ બાપુએ એક નિર્ણય લીધો છે. આ નિર્ણય પ્રમાણે મહાદેવ ભારતી બાપુને હોસ્પિટલથી સીધા જ આશ્રમમાં આવવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
જૂનાગઢ પ્રસિદ્ધ ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવગીરી બાપુના અચાનક ગુમ થવાથી સનસનાટી મચી ગઈ હતી.બાપુએ ગુમ થતા પહેલા લખેલી સુસાઇડ નોટ અને તેમની આપત્તિજનક વોટ્સએપ ચેટ વાયરલ થતાં આશ્રમની આંતરિક બાબતોનો ચોંકાવનારો પર્દાફાશ થયો હતો.બાપુને શોધવા માટે પોલીસ સક્રિય થઈ હતી.આખરે ગુમ થયેલા લઘુ મહંત મહાદેવ ભારતી અશક્ત હાલતમાં ઈટવા ઘોડી વિસ્તારમાંથી મળી આવ્યા હતાં. પોલીસે તેમને સારવાર માટે હોસ્પિટલમા ખસેડ્યા હતાં. તેમને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે.
ભારતી આશ્રમના મહાદેવ ભારતીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. બીજી તરફ ભારતી આશ્રમના ગુરુ હરિહરાનંદ બાપુએ એક નિર્ણય લીધો છે. આ નિર્ણય પ્રમાણે મહાદેવ ભારતી બાપુને હોસ્પિટલથી સીધા જ આશ્રમમાં આવવાની મનાઈ ફરમાવવામાં આવી છે. તેઓ આશ્રમમાં હવે પછી નહીં જઈ શકે. આ ઉપરાંત તેમને તમામ હોદ્દાઓ પરથી પણ દૂર કરી દેવામાં આવ્યા છે.
તેઓ ગુજરાતના કોઈ પણ ભારતી આશ્રમમાં હવે પછી નહીં જઈ શકે.
ભારતી આશ્રમના ગુમ થયેલા લઘુ મહંત મહાદેવ ભારતીને શોધવા માટે પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.છેલ્લા ચારેક દિવસથી તેમને શોધવા માટે પોલીસ કામે લાગી હતી.ત્યારે ઈટાવા ઘોડી વિસ્તારમાંથી મહાદેવ ભારતી ગઈકાલે પોલીસને અશક્ત હાલતમાં મળી આવ્યા હતાં. તેમની હાલત નાદુરસ્ત હોવાથી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યાં તેમની બે દિવસ સારવાર કરવામાં આવી હતી. હવે આજે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે. ત્યારે તેમની સામે આશ્રમના ગુરુ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.