મહાદબાણ હટાવ ઝુંબેશ : 60 રેંકડી-કેબિન જપ્ત
123 પરચૂરણ ચીજ વસ્તુઓ, 981 બોર્ડ-બેનર જપ્ત કરી રૂા. 45 હજારની પેનલ્ટી વસુલાઈ
મનપાના દબાણ હટાવ વિભાગ દ્વારા શહેરના મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવાની ઝુંબેશ દરરોજ હાથ ધરાઈ છે. જે અંતર્ગત આજે પણ મવડી મેઈન રોડ, પુષ્કરધામ મેઈન રોડ, રામાપીર ચોકડી, જામનગર રોડ, ગાયત્રીનગર મેઈન રોડ સહિતના સ્થળોએ ચેકીંગ દરમિયાન 60 રેકડી-કેબીન તથા 123 પરચુરણ ચીજ વસ્તુઓ અને 981 મંજુરી વગર મારવામાં આવેલ બોર્ડ-બેનરો જપ્ત કરી કસુરવાનો પાસેથી રૂા. 45 હજારનો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ.01/02/2024 થી તારીખ.12/02/2024 દરમ્યાન રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે મવડી મેઈન રોડ, પુષ્કરધામ મેઈન રોડ, ભીમનગર મેઈન રોડ, રામાપીર ચોકડી, ગુંદાવાડી, જ્યુબેલી માર્કેટ, બજરંગવાડી, જામનગર રોડ, અશોક ગાર્ડેન, બુધવારી, ગાયત્રીનગર મેઈન રોડ, આહીર ચોક પાસેથી રસ્તા પર નડતર રૂૂપ 60 રેકડી/કેબીન જપ્ત કરવામાં આવી હતી.
જ્યોતિનગર, નાણાવટી ચોક, પંચાયત ચોક, ગોવિંદબાગ, નાના મૌવા મેઈન રોડ, આનંદબંગલા ચોક, ખાદીભવન સામે, અર્ટીકા, રવિરત્ન પાર્ક, માધાપર ચોકડી, જામનગર રોડ, કોર્ટ ચોક, ગાયાત્રીનગર, હોસ્પિટલ ચોક,ગરૂૂડગરબી ચોક પરથી જુદીજુદી અન્ય 123 પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવેલ.
વેસ્ટ ઝોન, પંચાયત ચોક, રામાપીર ચોકડી, પુષ્કરધામ મેઈન રોડ, માધાપર રિંગ રોડ, લક્ષ્મિનગર નાલા પાસેથી 2406 કિલો શાકભાજી/ફળ જપ્ત કરવામાં આવેલ. કાલાવડ રોડ, યુનિ. રોડ, સ્પિડવેલ ચોક સુધી, સાધુવાસવાણી રોડ, ઢેબર રોડ, જામનગર રોડ, ટાગોર રોડ, રેસકોર્ષ રિંગરોડ, સંતકબીર રોડ પાસેથી 981 બોર્ડ-બેનર જપ્ત કરેલા છે.રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ.12/02/2024ના રોજ પરમિશન વગર ગેર કાયદેસર બોર્ડ-બેનર લગાડેલા હોય જેની પેનલ્ટી રૂૂ.45,000/- વસુલ કરવામાં આવેલ અને તમામ બોર્ડ-બેનર જપ્ત કરેલ છે.