રેસકોર્સ ખાતે આજે રાત્રે ભવ્ય લોકડાયરો
લોક સાહિત્યકાર કિર્તિદાન ગઢવી અને ધીરૂભાઈ સરવૈયાના હાસ્ય દરબારમાં શહેરીજનોને ઉમટી પડવા મનપાનો અનુરોધ
રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂૂપે આજતા.25/01/2025, શનિવારના રોજ રાત્રે 08:30 કલાકે, કવિ રમેશ પારેખ રંગદર્શન, રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય લોકડાયરાનું આયોજન કરેલ છે. આ કાર્યક્રમમાં લોક સાહિત્યકાર કિર્તિદાનભાઈ ગઢવી તથા હાસ્ય કલાકાર ધીરૂૂભાઈ સરવૈયા પોતાની વાણીથી શહેરીજનોને તરબોળ કરાવશે. આ લોકડાયરાનું દિપ પ્રાગટ્ય રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂૂપાલાના હસ્તે કરી, લોકડાયરાનો શુભારંભ કરવામાં આવશે.
આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે. 1) કીર્તિદાનભાઈ ગઢવી:- આણંદ જિલ્લાના વાલોળ ગામમાં 23 ફેબ્રુઆરી 1975ના રોજ કીર્તિદાન ગઢવીનો જન્મ થયો હતો. 12 ધોરણ પાસ કર્યા બાદ વલ્લભ વિદ્યાનગર ખાતે ખાનગી કોલેજમાં બી.કોમ.નો અભ્યાસ શરૂૂ કર્યો હતો અને બાદમાં વર્ષ 1995માં વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ પરર્ફોમિંગ આર્ટ્સ ખાતે સંગીતની તાલીમ લેવાનો નિર્ણય કર્યો હતો. અહીં રાજેશ કેલકર, ભરતભાઇ મહંત, ઈશ્વરભાઈ પંડિત અને દ્વારકાનાથજી ભોંસલે જેવા સંગીત તજજ્ઞો પાસેથી સંગીતના "સા , રે , ગ , મ , પ" શીખ્યા હતા.
બાદમાં સિંહોર ખાતે ધોળકિયા મ્યુઝિક કોલેજમાં નોકરી સ્વીકારી હતી. આ દરમિયાન ભાવનગર ખાતે તેઓની મુલાકાત સ્વ. ઇશ્વરદાનભાઇ ગઢવી સાથે થઇ હતી અને બે વર્ષ સુધી તેઓની સાથે અલગ અલગ જગ્યા પર ડાયરાના કાર્યક્રમ કર્યા હતા. રાજકોટ, મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં લોકસંગીત અને ડાયરાના કાર્યક્રમો કરી બાદમાં તેઓએ રાજકોટમાં સ્થાયી થવા મન મક્કમ કર્યું હતું.રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષદંડક મનીષભાઈ રાડિયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ શહેરીજનોને આ લોકડાયરોમાણવાહાર્દિક નિમંત્રણ પાઠવે છે.
ધીરૂભાઈ સરવૈયાના પ્રખ્યાત આલ્બમ
ધીરૂભાઈ સરવૈયા:- તળપદી-કાઠીયાવાડી ભાષાના હાસ્ય કલાકાર તરીકેની આગવી ઓળખ ધરાવતા સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના ડાયરા અને હાસ્યરસના રસિકો માટે ધીરૂભાઈ સરવૈયા નામ કદાચ નવુ નહીં હોય.પોતાના પિતા અને મોટાભાઈને નાનપણથી ભજન-દુહા-છંદગાતા જોઈને મોટા થયેલા ધીરૂભાઈ આજે હાસ્ય કલાકાર તરીકે આગળ પડતુ નામ ધરાવે છે. રાજકોટ નજીકના લોધીકા તાલુકાના ખીરસરા ગામમાં ખેતી કરતા પરિવારમાં જન્મેલા ધીરૂભાઈ ચાર ધોરણના અભ્યાસ બાદ કડિયાકામ જેવી મજૂરી કરતા હતા. પણ વારસામાં મળેલા સંગીતના કારણે તેઓ મજૂરીની સાથે સાથે ગામ-તાલુકામાં યોજાતા કાર્યક્રમમાં પણ ભાગ લેતા હતા. ધીરૂભાઈ સરવૈયાસેવાકીય કાર્યો માટે આયોજન થયેલા કાર્યક્રમમાં ફી ન સ્વીકારીને દાન પણ આપે છે. છેલ્લા 31 વર્ષમાં આજે પણ મારા હાસ્યને ચોક્કસ સ્તરથી નીચે ઉતરવા નથી દીધું. અન્ય કલાકાર પ્રત્યેનો ભાવ રજૂ કરતા ધીરૂભાઈ જણાવ્યું હતું કે, કલાકાર હસતો, સસ્તો અને કાયમ લોકહૃદયમાં વસતો હોવો જોઈએ. ધીરૂભાઈ સરવૈયાના પ્રખ્યાત હાસ્ય આલ્બમ હાસ્યની મોજ, ધીરૂૂના ધુબાકા, હાસ્યની હેરાફેરી, કાઠિયાવાડી જોક્સ, હાસ્યની ધમાલ, હાસ્યનું ફાયરીંગ,સહિતના આલ્બમ આજે પણ ધુમ મચાવી રહ્યા છે.
કીર્તિદાન ગઢવીના પ્રચલિત ગીતો
કીર્તિદાન ગઢવી સંગીત દુનિયામાં આગળ ન વધે તેવું તેમના માતા પિતા ઇચ્છતા હતા. કારણ કે ડાયરાના કલાકારોથી કાયમી ઘર ન ચાલી શકે આ પ્રકારનો ભય સતાવતો હતો. પરંતુ કીર્તિદાન ગઢવી માટે સંગીત એ જ એમની દુનિયા હતી અને તેઓ એ તરફ મન મક્કમ કરી આગળ વધતા ગયા. એક બાદ એક ગામ, શહેર, દેશ અને દુનિયામાં પોતાની આગવી ઓળખ બનાવતા ગયા. કીર્તિદાન ગઢવી લોકસંગીતને પણ અલગ અંદાજમાં રજૂ કરી આજની યુવા પેઢીને હૈયે હિલોળા લઇ રહ્યાં છે. ગુજરાતી લોકડાયરો હર હંમેશ માટે યુવાન રહેશે એવું તેઓનું માનવું છે. આજે ગુજરાતનું યુવાધન પણ લોકસંગીત તરફ પ્રેરિત થયું છે તેનું ઉત્તમ ઉદાહરણ બીજું કોઈ નહિ તેમનું લાડકી સોંગ છે. કીર્તિદાન ગઢવીએ કોક સ્ટુડિયોમાં ‘લાડકી’ ફ્યુઝન સોંગ ગાયું ત્યારે સૌ કોઈ આશાસ્પદ હતા અને ગણતરીના દિવસોમાં જ આ ગીત એટલું પ્રચલિત થયું કે સૌ કોઈ લોકોએ સોશિયલ મીડિયા પર ખૂબ સારો પ્રતિસાદ આપ્યો હતો. કીર્તિદાનભાઈ ગઢવીના કંઠે ગવાયેલા ગીતો તેરી લાડકી મેં..., ગોવાળિયો..., મોગલનો તરવેળો..., ગોરી રાધાને કાળો કાન..., રસિયો રૂૂપાળો રંગ રેલિયો..., શિવ તાંડવ..., નગર મેં જોગી આયા..., જયદેવ જયદેવ... સહિતના ગીતો આજે પણ લોકપ્રીય રહ્યા છે.