મધ્યપ્રદેશના મુખ્યમંત્રી યાદવ રિલાયન્સના વનતારાની મુલાકાતે
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ ગઇકાલ બપોરે વિમાન માર્ગે જામનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. અને ત્યાંથી તેઓ સડક માર્ગે મારફત વનતારાની મુલાકાતે પહોંચ્યા હતા. જામનગર જિલ્લાના મોટી ખાવડી સ્થિત રિલાયન્સ ઓઇલ રિફાઇનરી સંકુલમાં વિશ્વના સૌથી મોટા પ્રાણી સંગ્રહાલય અને સારવાર કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેની સંપૂર્ણ જવાબદારી અનંત અંબાણી સંભાળી રહ્યા છે. આ પ્રાણી સંગ્રહાલય અને સારવાર કેન્દ્ર એટલે કે વનતારાની મુલાકાતે સમય અંતરે માહાનુભાવોનું આગમન થતું રહે છે. આજે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ બપોરે વિમાન માર્ગે જામનગર એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. જ્યાંથી તેઓના કાફલો મોટર મારફત વનતારા પહોંચ્યો હતો.
મુખ્યમંત્રીએ વનતારામાં પ્રાણીસંગ્રહાલય માં બીમાર પ્રાણીઓની થતી સારવારની સુવિધા નિહાળી હતી. તેમણે જણાવ્યું હતું કે મધ્યપ્રદેશમાં વિશાળ વન વિસ્તાર છે જ્યાં ચિંતા., ટાઈગર જેવા અનેક વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે .આથી તેમની દેખરેખ સારવાર સુવિધા અને સંભાળ માટે જરૂૂરી માહિતી મળી રહે તે આ મુલાકાતની હેતુ છે.