રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બળિયા જૂથોની લડાઇમાં ‘માધવ’ની મીઠી મોરલી!

03:37 PM Mar 07, 2025 IST | Bhumika
Advertisement

શહેર ભાજપ પ્રમુખપદ માટે ત્રણ-ત્રણ જૂથો વચ્ચે ચાલતા આખલા યુધ્ધમાં દાવો નહીં કરનાર માધવ દવેને ધરાર પ્રમુખ બનાવી દેવાયા

Advertisement

તમામને સાથે રાખીને ચાલવાની નાની ઉંમરના માધવ દવે ઉપર મોટી જવાબદારી, ભૈલુની ભાષા અને મળતાવડા સ્વભાવ પર મોવડીઓને ભરોસો

રાજકોટ શહેર ભાજપનાં પ્રમુખપદે યુવા કાર્યકર ડો. માધવ દવેની નિમણુક કરવામા આવતા જાણકારોમા સુખદ આશ્ર્ચર્ય ફેલાયૂ છે. સાથોસાથ સરળ સ્વભાવનાં અને નાની ઉંમરનાં માધવ દવે ઉપર મોવડી મંડળે ભાજપનાં તમામ જૂથોને સાથે રાખવાની મોટી જવાબદારી નાખી હોવાનો અભિપ્રાય વ્યકત કરવામા આવી રહયો છે.

ડો. માધવ દવેએ શહેર ભાજપ પ્રમુખપદ માટે દાવેદારી કરી ન હોવા છતા તેને પ્રમુખ પદનો તાજ કઇ રીતે પહેરાવી દેવાયો તે અંગે અનેક ચર્ચાઓએ જોર પકડયુ છે. ભાજપનાં આંતરીક સુત્રોનાં કહેવા મુજબ શહેર પ્રમુખપદ માટે ત્રણ બળીયા જૂથો વચ્ચે દિલ્હી સુધી જબરૂ લોબીંગ કરવામા આવ્યુ હતુ પરિણામે પ્રમુખનુ નામ પસંદ કરવામા મોવડી મંડળ પણ ગોટે ચડયુ હતુ.

અંતે થોડા દિવસ પહેલા મોવડી મંડળ દ્વારા તમામ જૂથોને માન્ય હોય તેવા ત્રણ નામોની પેનલ મંગાવવામા આવી હતી તેમાથી ડો. માધવ દવેનુ નામ ફાઇનલ કરવામા આવ્યુ હોવાનુ કહેવાય છે માધવ દવે હાલ શહેર ભાજપનાં મહામંત્રી છે અને તેણે પ્રમુખપદ માટે દાવો પણ કર્યો ન હતો છતા તેની ઉપર આ જવાબદારી નાખવામા આવી છે . હવે કોર્પોરેશનની આગામી ચુંટણીમા શહેર ભાજપનાં તમામ જુથોને સાથે રાખવાનો સૌથી મોટો પડકાર છે.
શહેર ભાજપ પ્રમુખપદ માટે હાલનાં પ્રમુખ મુકેશ દોશી, કશ્યપ શુકલ, અશ્ર્વીન મોલીયા સહીત 33 આગેવાનોએ દાવેદારી નોંધાવી હતી તમામે એડીચોટીનુ જોર લગાવ્યુ હતુ અને દિલ્હી સુધી લોબીંગ કર્યુ હતુ . આ બધા વચ્ચે માધવ દવેની મોરલી વાગી છે.

ભાજપનાં સુત્રોનાં કહેવા મુજબ મુકેશ દોશીને રીપીટ કરવાનુ લગભગ નકકી હતુ પરંતુ મોટાભાગનાં જૂથોએ તેનો વિરોધ કરતા અન્ય નામોની ચર્ચા થઇ હતી. જો કે , પ્રમુખપદ માટેનાં 33 જેટલા દાવેદારોમાથી ર3 જેટલા નામો ઉપર તો પ્રથમ તબકકે જ ચોકડી મારી દેવાઇ હતી . ત્યારબાદ ભાજપનાં નવા અને જૂના જુથો વચ્ચે લોબીંગ શરૂ થયુ હતુ. જો કે, માધવ દવેની પસંદગીમા પણ ડો. ભરત બોઘરા જૂથ ફાવી ગયાનુ માનવામા આવે છે.

ડો. માધવ દવેનો બાયોડેટા
નામ :- ડો. માધવ કિશોરભાઈ દવે (એડવોકેટ)
જન્મતારીખ :- 27 નવેમ્બર 1975
કાયમી સરનામું :- "હીના”, વિવેકાનંદ સોસાયટી, બાલકુંજ હોબી સેન્ટર પાસે, રેસકોર્ષ રીંગ રોડ પાછળ, રાજકોટ.
ઓફીસ સરનામું :- "દવે એન્ડ કુ. (એડવોકેટ)
206, પ્રમુખ સ્વામી આર્કેડ, એ વિંગ, રજો માળ, માલવિયા ચોક, ડો. યાજ્ઞીક રોડ, રાજકોટ.
ઈ-મેઈલ :- madhavdave1975gmail.com
ફોન :- (મો.) 98253 55807 / 94265 09391
શૈક્ષણીક લાયકાત :- B.A, LL.B, LL.M, B.J.M.C., M.J.M.C., Ph.D.
ભારતીય જનતા પાર્ટીની હાલની જવાબદારી :-
પ્રમુખ - રાજકોટ શહેર ભા.જ.5
પ્રદેશ સંયોજક  - આર્થિક સેલ - ગુજરાત પ્રદેશ ભા.જ.પ.
પૂર્વ મહામંત્રી - રાજકોટ શહેર ભા.જ.પ.
અમરેલી શહેર મંત્રી - યુવા ભા.જ.પ.
જાહેર જીવનની કારકિર્દી
પ્રદેશ ક્ધવીનર - માનવ અધિકાર સેલ - ગુજરાત પ્રદેશ ભા.જ.5.
રાજકોટ શહેર ભા.જ.5. વોર્ડ નં. 10 ના મંડલ પ્રભારી
રાજકોટ શહેર ભા.જ.5. બૌદ્ધિક પ્રકોષ્ઠ સેલ - સહક્ધવીનર
રાજકોટ શહેર ભા.જ.5. લીગલ સેલ - કારોબારી સદસ્ય
રાજકોટ જીલ્લા યુવા ભા.જ.5. ઉપપ્રમુખ
રાજકોટ જીલ્લા યુવા ભા.જ.5. સરકારી અમલીકરણ સેલ ના ક્ધવીનર.
છેલ્લા 30 વર્ષથી રાજકોટ જીલ્લા / શહેર ભા.જ.5. માં વિવિધ જવાબદારી સંભાળેલ.
રાજકોટ શહેર વોર્ડ નં. 2 - કારોબારી સભ્ય અને બુથ નં. 33 ના ઇન્ચાર્જ ની જવાબદારી
ભા.જ.5. ની વિવિધ જવાબદારીઓ 1997 થી એટલેકે 30 વર્ષથી નિભાવેલ છે.
સામાજીક ક્ષેત્રે યોગદાન :-
ડાયરેક્ટર - રાજકોટ નાગરિક સહકારી બેંક લી. - રાજકોટ
સંપૂર્ણ પરિવાર રાષ્ટ્રવાદના રંગે રંગાયેલ છે.
Tags :
gujaratgujarat newsrajkotrajkot muncipal corporationrajkot news
Advertisement
Next Article
Advertisement