For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

એમ.એસ. યુનિવર્સિટીના પૂર્વ વા. ચાન્સલર વિજય શ્રીવાસ્તવની Ph.dની ડિગ્રી બોગસ

04:59 PM Sep 04, 2025 IST | Bhumika
એમ એસ  યુનિવર્સિટીના પૂર્વ વા  ચાન્સલર વિજય શ્રીવાસ્તવની ph dની ડિગ્રી બોગસ

વડોદરા સ્થિત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે ફરજ બજાવી ચૂકેલા સતત વિવાદાસ્પદ રહેલા વિજય શ્રીવાસ્તવની પીએચડીની ડીગ્રી બોગસ હોવાનું બહાર આવ્યુ છે. બુંદેલખંડ યુનિવર્સિટીમાંથી આ અંગેના મળી આવેલા દસ્તાવેજોના પગલે શ્રીવાસ્તવની સામે પોલીસ ફરિયાદ કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની યુનિ.ના પ્રો. સતીશ પાઠકે માંગણી કરતો એક પત્ર યુનિ. રજીસ્ટારને લખ્યો છે.
પ્રો. સતીશ પાઠકે રજીસ્ટ્રારને લખેલા એક પત્રમાં જણાવ્યુ હતુ કે, 2022ના ફેબ્રુઆરી મહિનાની તારીખ 10 થી 2025ના જાન્યુઆરી મહિનાની તારીખ 8 સુધી વિજયકુમાર શ્રીવાસ્તવે મ.સ.યુનિ.ના વાઇસ ચાન્સેલર તરીકે ફરજ બજાવી છે. તેમની નિમણૂંક ગેરકાયદે હોવાના મામલે ગુજરાત હાઇકોર્ટમાં પીઆઇએલ પણ ફાઇલ કરવામાં આવી હતી. જે તાજેતરમાં પરત ખેંચવામાં આવી હતી.વિજયકુમાર શ્રીવાસ્તવે તેમની નિમણૂંક ટાણે રજૂ કરેલા બાયોડેટામાં પીએચડીની ડીગ્રીનો ઉલ્લેખ કર્યો હતો. જે બોગસ હોવાની શંકા જતાં બુંદેલખંડ યુનિ. ખાતે તેમની ડીગ્રીની વિગતો માંગવાં આવી હતી. જેમાં બુંદલખંડ યુનિ. તરફથી વિજયકુમાર શ્રીવાસ્તવે રજૂ કરેલી ડીગ્રી બોગસ હોવાની સત્તાવાર વિગતો આપવામાં આવી છે.

Advertisement

યુનિ. વાઇસ ચાન્સેલર તરીકેની નિમણુંક પ્રક્રિયા ટાણે વિજયકુમાર શ્રીવાસ્તવે રજૂ કરેલ દસ્તાવેજો બનાવટી હોવાની રજૂઆતો કરવામાં આવી હતી. આ ઇરાદાપૂર્વક કરવામાં આવેલી પ્રક્રિયા ઇન્ડિયન પીનલ કોડ હેઠળની એક ગુનાહીત પ્રવૃત્તિ જ છે. તેમની વાઇસ ચાન્સેલર તરીકેની ફરજ દરમિયાન કરેલી તમામ કાર્યવાહી રદ કરીને તેમની સામે તેણે પગાર થી લઇને જે કાંઇ લાભ યુનિ.માંથી લીધા હોય તે તમામ ગેરકાયદે લીધા છે. આ તમામ તેમની પાસેથી રિકવર કરીને તેમની સામે પોલીસ ફરિયાદ કરવી જોઇએ.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement