For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાલે ચંદ્રગ્રહણ, વિશ્ર્વભરમાં મોટી ઉથલપાથલના એંધાણ

01:44 PM Sep 06, 2025 IST | Bhumika
કાલે ચંદ્રગ્રહણ  વિશ્ર્વભરમાં મોટી ઉથલપાથલના એંધાણ

ગ્રહણના કારણે 6 માસ બાદ યુરોપ-રશિયા વચ્ચે સંઘર્ષ થશે, ભારતના સરહદી રાજ્યોમાં ઘર્ષણ

Advertisement

વિક્રમ સંવત 2081 ભાદરવા સુદ પૂર્ણિમા ને રવિવાર તારીખ 7/9/2025 ના રોજ કુંભ રાશિ માં તથા શતતારા અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્ર માં ખગ્રાસ ચંદ્ર ગ્રહણની ખગોળીય ઘટના બનવા જઈ રહી છે. આ ગ્રહણ ભારત માં દેખાવાનુ હોઈ ધાર્મિક દ્રષ્ટિએ એનો દોષ લાગશે અને આ ગ્રહણને પાળવાનુ રહેશે. આ ગ્રહણનો વેધ સવારના 11:58 થી જ લાગી જશે તેથી 11:58 પછી મંદિરો માં આરતી થઈ શકશે નહિ.ધાર્મિક માન્યતાઓ ને અનુસરનારા લોકો વેધ લાગ્યા પછી અને ગ્રહણ છૂટે નહિ ત્યાં સુધી ભોજન લેતા નથી. ગ્રહણ દરમ્યાન કરેલા દાન અને જપનુ હજારો ગણું પૂણ્ય મળે છે.ગ્રહણ મોક્ષ પછી કરાતુ સ્નાન ગંગાસ્નાન બરાબર ગણાય છે.તાન્ત્રીકો મંત્ર સિધ્ધ કરવા માટે ગ્રહણ દરમ્યાન મંત્ર જપ કરે છે.

ભારતીય સ્ટાન્ડર્ડ ટાઈમ મૂજબ ચંદ્ર ને ગ્રહણનો સ્પર્શ 7 સપ્ટેમ્બર ની રાત્રે 20 ક. 58 મિનિટ અને 21 સેક્ધડે થશે. ગ્રહણ સંમિલનનો સમય 21 ક. 57 મિનિટ અને 41 સેક્ધડ નો રહેશે. ગ્રહણની આ ઘટનાને મધ્યે પહોંચવાનો સમય 23 ક. 41 મિનિટ અને 43 સેક્ધડ રહેશે. ગ્રહણ ઉન્મિલન નો સમય 25 ક. 26 મિ. અને 47 સેક્ધડ રહેશે. ગ્રહણ મોક્ષ નો સમય 26 ક. 25 મિનિટ રહેશે. આ ગ્રહણનુ ગ્રાસમાન 1.367 અને સંપૂર્ણ ગ્રહણકાલ 5 કલાક અને 27 મિનિટ રહેશે. જ્યારે રાત્રીના 11 થી 12 :22 સુધી ચંદ્ર લાલ રંગનો દેખાશે.
આ ગ્રહણ ભારત સહિત એશિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા તથા યુરોપ માં દેખાશે.

Advertisement

ભારત માં અમદાવાદ, મુંબઈ, દિલ્હી, કોલકત્તા તથા ચેન્નાઈ માં સંપૂર્ણ ચંદ્ર ગ્રહણ દેખાશે. પેરિસ અને લંડન માં પણ ખગ્રાસ ચંદ્ર ગ્રહણ દેખાશે. ઢાકા માં પણ ચંદ્ર સંપૂર્ણપણે પૃથ્વી ના પડછાયાથી આચ્છાદિત થઈ જશે. મોસ્કો માં પણ ખગ્રાસ ચંદ્ર ગ્રહણ જોવા મળશે. તદુપરાંત હંગેરી,ઈટાલી, જાપાન, જર્મની, ઈટાલી, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, ચીન તથા ઓસ્ટ્રેલિયા માં પણ ખગ્રાસ ચંદ્ર ગ્રહણ દેખાશે. આ કારણે ચંદ્ર ગ્રહણ આસપાસ અને પછીના છ માસ માં રશિયા અને યુરોપ વચ્ચે યુધ્ધ જામી શકે છે. ચીન - તાઈવાન, ચીન -જાપાન ,જાપાન- કોરિયા વચ્ચે સંઘર્ષ વધી શકે છે. ચીન અને રશિયા અમેરિકા સાથે સંઘર્ષ માં ઉતરી શકે.ભારતે પણ સરહદે તથા સરહદી રાજ્યોમાં શત્રુના ડૂમ્ભાણાથી સાવધ રહેવુ. પ્રકાશના પ્રકીર્ણનની ઘટનાને લીધે ગ્રહણ દરમ્યાન બ્લડ મુન એટલે કે રક્તવર્ણનો ચંદ્ર જોવા મળશે. આને જ બ્લડ મુન કહે છે. જોકે બીજી ઘણી વસ્તુઓ લાલ રંગની હોય છે પરંતુ અહીં ચંદ્ર ને ચણોઠી જેવો લાલ કહેવાને બદલે લોહી જેવો લાલ એટલે કે બ્લડ મુન કેમ કહ્યો હશે?

બ્લડ મુન કહેવા પાછળ એવી માન્યતા છે કે આ રીતે ગ્રહણ દરમ્યાન ચંદ્ર જ્યારે લાલ રંગનો દેખાય છે ત્યારે ગ્રહણ આસપાસ ના દિવસો માં કે ગ્રહણ પછી ના દિવસો માં કુદરતી આપદાઓ દ્વારા જાનહાનિ થાય છે અથવા તો ચંદ્ર મનનો કારક હોવાથી ચંદ્ર નું ગ્રહણ થવાથી લોક માનસ માં ઉન્માદ જાગે છે જેને લીધે પૃથ્વી પર યુધ્ધ,ક્રૂર આક્રમણ, આતંકવાદી બનાવ,હિંસક આંદોલનો કે હિંસક તોફાનો ફાટી નીકળે છે તો ક્યાંક ગોળીબાર જેવી હિંસક ઘટનાઓ બને છે. ચંદ્ર જળનો કારક હોઈ જ્યોતિષની માન્યતાઓ મૂજબ ચંદ્ર ગ્રહણ આસપાસ અતિવૃષ્ટિ પૂરપ્રકોપ કે નાવ કે જહાજને લગતી દુર્ઘટનાઓ થવાની કે માણસોના ડૂબવાની સંભાવના રહે છે.

કર્ક વૃશ્ચિક અને મીન રાશિ માટે આ ચંદ્ર ગ્રહણ ક્રમશ :આઠમા સ્થાને, ચોથે અને બારમે થતુ હોઈ અશુભ તથા મેષ ધન તથા ક્ધયા રાશિ માટે શુભ મનાય છે. જેમની કુંડળી માં ચંદ્ર નિર્બળ હોય કે ગ્રહણ યોગ માં હોય એમણે ખાસ સાવધ રહેવુ જોઈએ અને ગ્રહણ દરમ્યાન તલ અને શુધ્ધ ઘીનું દાન દેવુ જોઈએ (જેથી બળ અને આયુષ્યમાં વૃધ્ધિ થાય છે)અને ઈષ્ટ દેવના જપ કરવા જોઈએ તથા નદી નાળા થી દૂર રહેવુ જોઈએ.
-જયપ્રકાશ માઢક

Advertisement
Tags :
Advertisement
Advertisement