દ્વારકા જિલ્લામાં લમ્પી વાયરસનો પ્રકોપ, અનેક ગાયો બીમાર પડી
11:50 AM Aug 26, 2025 IST | Bhumika
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી એકવાર પશુઓમાં લમ્પી વાયરસનો પ્રકોપ જોવા મળ્યો છે. આ વાયરસના કારણે અનેક ગાયો ગંભીર રીતે બીમાર પડી છે અને તેમની હાલત અત્યંત દયનીય બની છે. સ્થાનિક સ્તરે એક ખાનગી ગૌશાળા દ્વારા આ પીડિત ગાયોની સારવાર માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. હાલમાં 3પ થી 40 જેટલી ગાયોને લમ્પી વાયરસના લક્ષણો જોવા મળ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. આ રોગગ્રસ્ત ગાયોની પ્રાથમિક સારવાર માટે હળદરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જે વાયરસના ઘા અને સોજા પર લગાવવામાં આવે છે. આ પ્રકારની સારવાર દ્વારા ગાયોને તાત્કાલિક રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેથી તેમનો જીવ બચાવી શકાય.
Advertisement
Advertisement