રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

લંપટ આચાર્યએ અનેક છાત્રાઓને અડપલા કર્યાનો ઘટસ્ફોટ

04:11 PM Mar 22, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટ શહેરમાં શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો સામે આવતા ચકચાર મચી ગઇ છે. કોઠારીયા રોડ પર હરી ઘવા માર્ગ પર પટેલ ચોક નજીક આવેલી શ્રી શ્રી સરસ્વતી શૈક્ષણિક સંકુલના સંચાલક રાકેશ સોરઠીયાએ પોતાની ચેમ્બરમાં અલગ- અલગ સમયે ચાર છાત્રાઓને બોલાવી અડપલા કર્યાની ઘટનામાં ભક્તિનગર પોલીસે મવડીના બાપા સિતારામ ચોક પાસે શિવમ પાર્કમાં રહેતા રાકેશ વશરામભાઇ સોરઠીયાની ધરપકડ કરવામાં આવી હતી. રાકેશને સંતાનમાં એક દીકરી અને એક દિકરો છે. પોતે હરી ઘવા માર્ગ પર શ્રી શ્રી સરસ્વતી શૈક્ષણિક સંકુલ અને વાવડી વિસ્તારમાં સનફલેસ ઇન્ટરનેશનલ સ્કુલ ધરાવે છે. તેમજ પોતે આમ આદમી પાર્ટીમાં પ્રભારી હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું છે.

Advertisement

આ સમગ્ર ઘટના અંગે વોર્ડ 17નાં ભાજપના કોર્પોરેટ વિનુભાઇ ઘવા અને ભાજપના કાર્યકરો પણ પોલીસ મથકે દોડી ગયા હતા અને વિનુભાઇએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે આ એક શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો છે. રાકેશ સોરઠીયાએ આ હરકત કતા ડઘાઇ ગયેલી બાળાએ તેમના વાલીને વાત કરતાં તેમને અન્ય વાલીઓનો સંપર્ક થયો હતો અને વધુ ત્રણ બાળા સાથે વિકૃત હરકતો થયાનું જાણવા મળતા ચારેય બાળાના વાલીઓ તુરંત જ ભક્તિનગર પોલીસમાં દોડી ગયા હતા અને પીઆઇ એમ.એન. સરવૈયા અને રાઇટર નિલેશભાઇ મકવાણાની રાહબરીમાં રોકશ સોરઠીયા વિરૂધ્ધ ફરીયાદ નોંધી રાતે જ તેમની ધરપકડ કરી હતી. રાકેશે અગાઉ બે દીકરી સાથે છેડતી કરી હતી. જો કે મામલો દબાઇ ગયો હતો. હવે આ સ્કુલની માન્યતા રદ કરવાની કાર્યવાહી કરાશે. તેમજ આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ પીઆઇ સરવૈયાએ જણાવ્યું હતું કે ચાર બાળા સિવાય વધુ બાળા સાથે આરોપી રાકેશે વિકૃત હરકતો કરી હોવાનું સામે આવતા વધુ તપાસ જારી રાખી છે.

શ્રી સરસ્વતી સંકુલમાં સંચાલકોએ તાળાં મારી દીધા!

હરિઘવા રોડ પર આવેલી શ્રી સરસ્વતી શૈક્ષણિક સંકુલના સંચાલક રાકેશ સોરઠીયાએ ચાર બાળાને ચેમ્બરમાં બોલાવી તેની સાથે અડપલા કર્યાની ઘટનાથી ચકચાર મચી ગઇ છે. આ બારામાં વિરોધ કરવા દોડી ગયેલા એનએસયુઆઇનાં રોહીત રાજપુત અને તેની સાથેના લોકો સ્કુલે પહોંચતા જ ત્યાં સંચાલકોએ તાળા મારી દીધા હતા અને આજુબાજુનાં લોકોએ જણાવ્યું હતું કે આજે સવારથી સ્કુલ ખુલી જ નથી તેમજ બાળકોને મૂકવા આવતા વાલીઓ પણ પરત ફરી રહ્યાં છે.વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર કરી દીધા હોવાની વાત પણ ચર્ચાઈ રહી છે.

આરોપીના કૃત્યનું કોઇ ભોગ બન્યું હોય તે ફરિયાદ નોંધાવે: પીઆઇ એમ.એમ. સરવૈયા

કોઠારીયા રોડ પર હરીઘવા માર્ગ પર આવેલી શ્રી સરસ્વતી શૈક્ષણીક સ્કુલના સંચાલક રાકેશ વશરામ સોરઠીયા (ઉ.37, રહે.શિવમ પાર્ક, બાપા સિતારામ ચોક, મવડી)ની છાત્રાઓ સાથે અડપલા કર્યાની ઘટનામાં ધરપકડ કરવામાં આવી છે. આ મામલે ભક્તિનગર પોલીસના પીઆઇ સરવૈયાએ જણાવ્યું હતું કે આરોપી બે સંતાનનો પિતા છે. આ સમગ્ર ઘટના અંગે જાણવા મળ્યું હતું કે, અન્ય છાત્રાઓ પણ ભોગ બની હોય તેવું સામે આવ્યું છે. તો કોઇપણ છાત્ર ભોગ બની હોય તેમના વાલીએ સંકોચ વગર ભક્તિનગર પોલીસે પહોંચી આરોપી રાકેશ સોરઠીયા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી શકે છે. ફરીયાદીનું નામ ગુપ્ત રાખવામાં આવશે.

Tags :
gujaratgujarat newsmolestedrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement