For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિસાવદર-કડીની હાઈવોલ્ટેજ પેટા ચૂંટણીમાં ધિંગુ મતદાન

01:01 PM Jun 19, 2025 IST | Bhumika
વિસાવદર કડીની હાઈવોલ્ટેજ પેટા ચૂંટણીમાં ધિંગુ મતદાન

ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાનનો પ્રારંભ, તમામ મતદાન મતકોનું લાઈવ વેબકાસ્ટિંગ

Advertisement

ત્રિપાંખીયા જંગમાં ભાજપ-કોંગ્રેસ-આમઆદમી પાર્ટીના પાણી મપાશે, 23મીએ પરિણામ

વિસાવદર અને કડી વિધાનસભા બેઠકોની આજે હાઈવોલ્ટેજ પેટા ચૂંટણી છે ત્યારે સવારથી ભારે ઉત્તેજના સભર વાતાવરણ વચ્ચે મતદારો મતદાન કરવા નીકળ્યા છે. બન્ને બેઠકો ઉપર ભાજપ-કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ હોવાથી કાર્યકરો અને નેતાઓની ફોજ મતદારોને મતદાન મથકો સુધી પહોંચાડવા કામે લાગ્યા છે. કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. આગામી તા.23ના રોજ મતગણતરી થનાર છે ત્યારે પરિણામો ઉપર સમગ્ર ગુજરાતની નજર મંડાયેલી છે.

Advertisement

બન્ને બેઠકોની ચૂંટણીમાં કોઈ ગરબડ થાય નહીં તે માટે તમામ મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટીંગ પણ કરવામાં આવી રહ્યું છે. ચૂંટણી પૂર્વે બન્ને બેઠકો ઉપર અનેક રાજકીય ડ્રામા સર્જાયા હોવાથી તંત્ર સતત એલર્ટ મોડ પર છે. બપોરે બે વાગ્યા સુધીમા વિસાવદરમાં 45 ટકા તથા કડીમાં 40 ટકા મતદાન નોંધાયું હતું. સાંજે 7 વાગ્યા સુધીમા વિસાવદરમા 6પ ટકા આસપાસ જયારે કડીમા 60 ટકા આસપાસ મતદાન થવાની ધારણા છે.
મતદાનમા કોઇ ગરબડી થાય નહીં તે માટે મતદાન મથકો પર કેમેરા ગોઠવવામાં આવ્યા છે. જેમાં મતદાન અધિકારી દ્વારા મતદારની ઓળખ કરવાની કાર્યવાહી, મતદારની આંગળી ઉપર અવીલોપ્ય શાહી લગાવવી, મતદારની ઓળખ થઈ ગયા બાદ પ્રીસાઈડીંગ ઓફિસર દ્વારા કંટ્રોલ યુનિટ શરૂૂ કરવું. ઇ.વી.એમ.ના બેલેટ યુનિટમાં મત આપવા જતા મતદારની મતકુટીરની મુલાકાત. પરંતુ બેલેટ યુનિટનો કોઈપણ ભાગ કેમેરામાં દેખાવો જોઈએ નહીં. જેથી મતદાનની ગુપ્તતા જળવાઈ રહે. ઉપરાંત મતદાન બંધ કરતી વખતે ઈ.વી.એમ. અને વીવીપેટ સીલ કરવાની કાર્યવાહી તથા મતદાન એજન્ટોને ફોર્મ 17-ક પુરા પાડવાની કાર્યવાહીનું રેકોર્ડીગ કરાશે.

વિસાવદર
વિસાવદર વિધાનસભામાં કુલ 2,61,092 મતદારો નોંધાયેલા છે. જેમાં 1,35,609 પુરુષ, 1,25,479 મહિલા અને 4 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. મતદારોના માર્ગદર્શન માટે ફોટાવાળી મતદારયાદી તૈયાર કરી દેવાઈ છે. 2.61 લાખ મતદારો ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે.

મતદાન માટે 583 બેલેટ યુનિટ, 575 કંટ્રોલ યુનિટ અને 575 ટટઙઅઝ મશીનો તૈયાર રાખવામાં આવ્યા છે. વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઈવીએમ અને અન્ય મટીરિયલની સુરક્ષાની ખાસ તકેદારી લેવામાં આવી છે. દરેક સેક્ટર ઓફિસરના વાહનમાં ૠઙજ ટ્રેકિંગ સિસ્ટમ કાર્યરત રહેશે.

ચૂંટણી પ્રક્રિયા માટે કુલ 1884 કર્મચારીઓ તૈનાત કરાયા છે, જેમાં 1475 પુરુષ અને 40 મહિલા કર્મચારીઓનો સમાવેશ થાય છે. કુલ 19 નોડલ ઓફિસરોની નિમણૂંક કરાઈ છે. ચારથી વધુ ડીવાયએસપી, 45થી વધુ પીઆઈ/પીએસઆઈ, 485થી વધુ પોલીસ કર્મીઓ, 351 હોમગાર્ડ, 3 પેરા મિલિટરી ટીમ અને 3 એસઆરપી ટીમ તૈનાત કરાઈ છે. ઉપરાંત આંતરજિલ્લા ચેકપોસ્ટો પણ કાર્યરત છે.

કડીવિધાનસભા
કડી વિધાનસભા બેઠક પર ભાજપે રાજેન્દ્રકુમાર ચાવડાને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે રમેશ ચાવડાને મેદાને ઉતાર્યા છે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ જગદીશ ચાવડાને ટિકિટ આપી છે. ત્રણેય પક્ષોએ આ બેઠક જીતવા માટે એડીચોંટીનું જોર લગાવ્યું છે. મહેસાણા જિલ્લાની 24-કડી (અ.જા.) વિધાનસભા મતવિસ્તારમાં આખરી મતદારયાદી પ્રમાણે 1,49,760 પુરુષ, 1,40,092 મહિલા અને ત્રીજી જાતિના 04 મળી કુલ 2,89,856 મતદારો નોંધાયા છે.

કિરીટ પટેલ ભાજપના નિશાન સાથે મતદાન મથકે પહોંચતા વિવાદ
ભાજપ ઉમેદવાર કિરીટ પટેલ આજે મતદાન કરવા પહોંચ્યા હતા. પરંતુ હવે અહીં તેઓ પોતાની પાર્ટી કે ચૂંટણીના નિશાન સાથે મતદાન માટે પહોંચ્યા હતા. સામાન્ય રીતે કોઈ પણ ચૂંટણીમાં તમે મતદાન માટે જાઓ તો આ પ્રકારના પાર્ટીના નિશાન સાથે ન જઈ શકાય. કિરીટ પટેલ પોતાના શર્ટ પર એક કમળનું બ્રોચ લગાવી પહોંચ્યા હતા. આ મામલે ગોપાલ ઇટાલિયાએ પ્રતિક્રિયા આપી સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી છે અને લખ્યું કે, ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ મતદાન કેન્દ્રની અંદર ખુલ્લેઆમ પ્રચાર કરી રહ્યા છે અને આખું સરકારી તંત્ર ધૃતરાષ્ટ્રની જેમ અંધ બની ચુક્યું છે.

આપના બે નેતાની અટકાયત, કરપડાને વિસ્તાર છોડવા તાકીદ
વિસાવદરની ચૂંટણીમાં રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટીના રાજુ કરપડા સહિત બે લોકોની પોલીસે અટકાયત કરી છે. આ ઉપરાંત પોલીસે રાજુ કરપડાની એજન્ટ તરીકેની નિમણૂક રદ કરી છે. તેમને વિસાવદર વિધાનસભા છોડી જવા ઓર્ડર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અપક્ષના એક ઉમેદવાર સંજય ટાંકની પણ અટકાયત કરવામાં આવી છે. પોલીસે આ બે લોકોની ચૂંટણીમાં આચાર સંહિતા ભંગ કરવા અંગે કાર્યવાહી કરી છે. રાજુ કરપડાની એજન્ટ તરીકેની નિમણૂંક પણ રદ કરી તેને મત વિસ્તાર છોડી દેવા તાકીદ કરાઈ હતી.

આપના બૂથ એજન્ટની અટકાયત થતાં બબાલ
વિસાવદરમાં અત્યારે આર યા પારની સ્થિતિ છે. મતદાન શરુ થતાની સાથે જ બબાલ સામે આવી રહી છે. વિસાવદરમાં વિજાપુર અને ડુંગરપુર મતદાન મથકો પર બબાલ સામે આવી છે. વિજાપુર ગામમાં પોલીસ દ્વારા બુથ એજન્ટની અટકાયત કરવામાં આવી છે. ત્યારે આમ આદમી પાર્ટી જ્ઞબભ પ્રદેશ પ્રમુખ પિયુષ પરમાર દ્વારા બુથ એજેન્ટોને પોલીસ પાસેથી છોડાવવામાં આવ્યા હતા. વિસાવદરમાં પોલિસ ભાજપનો હાથો બનીને ખોટું કરવાનો પ્રયત્ન કરી કરી છે ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ સત્તા સામે મજબૂતાઈથી લડી રહ્યા છે. તેવું આમ આદમી પાર્ટીનું કહેવું છે.

ટેબલ હટાવવા મામલે ‘આપ’ ભાજપ સામસામે
વિસાવદરની પેટાચૂંટણીમાં ભાજપ-આપના કાર્યકરો વચ્ચે બબાલ થઈ હોવાની વાત સામે આવી છે, વિછાવળ ગામે ભાજપ-આપના કાર્યકરો સામ સામે આવ્યા હતા પરંતુ પોલીસ હોવાથી પોલીસે મામલો થાળે પાડયો અને સમગ્ર ઘટનામાં કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, આપ કાર્યકર્તાઓના ટેબલ હટાવતા માથાકુટ થઇ હતી.વિસાવદરમાં આપ-ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી, ટેબલ મૂકવાની બાબતે બબાલ થઈ હોવાની વાત સામે આવી છે, વિપુલ કાવાણીએ અપશબ્દો કહ્યાનો આક્ષેપ લગાવ્યો છે
તો પોલીસે ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ સંભાળી હતી, આ સમગ્ર ઘટનામાં સામાન્ય બાબત ટેબલ 200 મીટર દૂર કરો એ બાબતે બબાલ થઈ હોવાની વાત સામે આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement