દૂધમાં ઓછુ ફેટ અને ઘીમાં તેલની મિલાવટ ખુલ્લી, નમૂના ફેઈલ
ફૂડ વિભાગે લેબ રિપોર્ટના આધારે પાંચ વેપારીઓ એજ્યુડિકેશન કાર્યવાહી હાથ ધરી
મનપાના ફૂડ વિભાગ દ્વારા ગત માસે લેવામાં આવેલ શુધ્ધ ઘી અને દૂધના સેમપ્લનો રિપોર્ટ નેગેટીંવ આવ્યો હતો. ઘીમાં તેલની મિલવાટ અને દૂધમાંથી ફેટ કાઢી લીધાનું રીપોર્ટમાં જણાવાતા પાંચ સેમપ્લના વિક્રેતાઓ સામે એજ્યુડિકેશન કાર્યવાહી કરવામાં આવી છે. તેવી જ રીતે આજે ફૂડ વિભાગે સૂકો મેવો, મીઠાઇ, ફરસાણ, તેલ, કેન્ડ્રી, બેકરી આઇટ્મ સહિતના 35 નમૂના લઇ પૃથ્થકરણ અર્થે લેબમાં મોકલી આપ્યા હતા. તથા ખાણીપીણીના 20 ધંધાથીઓને ત્યા ચેકિંગ હાથ ધરી અમૂક શંકાસ્પદ ખાદ્યપર્દાથોની સ્થળ ઉપર ચકાસણી કરી હતી.
ફૂડ વિભાગ દ્વારા આજરોજ (01)બજરંગ ઘૂઘરા (02)જીલાની વડાપાઉં (03)ક્રિષ્ના પાઉંભાજી (04)ભેરુનાથ આઇસ્ક્રીમ (05)યશ ઘૂઘરા (06)ગાયત્રી ઢોસા (07)શ્રીનાથજી ભેળ (08)કિશનભાઈ ભૂંગળા બટેટાવાળા (09)માહિર મદ્રાસ કાફે (10)દેવ મદ્રાસ કાફે (11)ૠઉં 03 ચાઇનીઝ પંજાબી (12)એન’જોય પીઝા પોઈન્ટ (13)ક્રિષ્ના ચાઇનીઝ પંજાબી (14)કુલ્ચા એક્સપ્રેસ (15)જય બાલાજી કચ્છી દાબેલી (16)દિલખુશ પાણીપુરી (17)જય ભવાની પૂરીશાકની ચકાસણી કરવામાં આવેલ હતી.
ફૂડ વિભાગે ગત માસે કિસાનપરા ચોક ખાતે આવેલ વાલ્કો કયુએસઆર કપંનીમાંથી કુલ્ફીનો નમૂનો લીધેલ જેનો લેબ રીપોર્ટ કુલ્ફીમાં વપરાયેલ મિલ્કમાં ઓછા ફેટ હોવાનુ બહાર આવેલ તેમજ રસુલપરાના શિવ એન્ટરપ્રાઇઝમાં લીધે શુધ્ધ ઘીમાં વેજીટેબલ ઘીની મિલાવટ હોવાનુ તથા શ્રી કોલોની પાસે આવેલ ઓમ સ્વીટ નમકીન માંથી લેવામાં આવેલ ભેંસ દુધમાંથી ફેટ કાઢી લીધાનુ અને શ્રીરામ ડેરી કુવાડવા રોડ ખાતેથી લીધેલ મીકસ દુધમાં પણ ફેટની હાજરી ઓછી હોવાનુ બહાર આવેલ અને ગોકુલ ડેરી મવડી ખાતેથી લેવામાં આવેલ મીકસ દુધમાં પણ ફેટનુ પ્રમાણ ધારાધરોણ કરતા ઓછુ હોવાનુ આવતા પાંચે સેમપ્લ ફેલ કરી તમામ વિક્રેતાઓ વિરૂધ્ધ એજ્યુડિકેશન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.