પદ્મશ્રી એવોર્ડ માટે પસંદ થયેલા લવજીભાઇની આર્થિક હાલત કફોડી
02:05 PM Jan 28, 2025 IST | Bhumika
Advertisement
સુરેન્દ્રનગરના ઘરમાં લાદી કે પ્લાસ્ટર પણ નથી
પ્રજાસતાક પર્વ નિમિતે જાહેર કરવામા આવેલી પદ્મશ્રી એવોર્ડની યાદીમા સુરેન્દ્રનગરના લવજીભાઇનો પણ સમાવેશ કરવામા આવ્યો છે ત્યારે લવજીભાઇની આર્થિક હાલત કફોડી હોવાનુ જાણવા મળી રહયુ છે.સુરેન્દ્રનગરના પદ્મશ્રી એવોર્ડ મેળવામાં સિલેકટ થયેલા લવજીભાઈની આર્થિક પરિસ્થિતિ કફોડી હોવાનું સામે આવ્યું.
Advertisement
તેમજ તેમના ઘરમાં લાદી કે પ્લાસ્ટર પણ ન હોવાનું સામે આવ્યું છે. તેમજ બાથરૂૂમ પણ પડદા નાખી અને બનાવામાં આવ્યું છે.
સરકાર દ્વારા લવજીભાઈને 700 વર્ષ જૂની લુપ્ત થઇ ગયેલ પૌરાણિક ટાંગલીયા કળાને ફરી ઉજાગર કરી અને ટકાવી રાખવા બદલ એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. ટાંગળીયા કલામાં સાડી,કુર્તી, દુપટ્ટા અને શાલ બનાવવામાં આવે છે. દિવસભર આ ટાપલીયા કળામાં કામ કરી ઉત્પાદન કરીએ ત્યારે માંડ 500 રૂૂપિયા મળે છે.
Advertisement