ઢેબર કોલોની બગીચામાં પ્રેમી પંખીડાએ સજોડે વખ ઘોળ્યું; સગીરાના પરિવારનો યુવાન ઉપર હુમલો
શહેરમાં ઢેબરકોલોની પાસે આવેલા બગીચા પાસે 16 વર્ષની તરૂૂણી અને 25 વર્ષના યુવાનને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની તરૂૂણીના સંબંધીઓને જાણ થતા તેણે યુવકને બેટથી મારમારતા બન્ને સારવાર અર્થે સિવિલ હોસ્પિલમાં ખસેડયા હતા.બનાવ અંગે ભકિતનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં પારેવડી ચોકમાં આવેલ ગીતા એન્ટરપ્રાઈઝમાં રહેતો ઉત્સવ લાલજીભાઈ વસાવા (ઉ.25) તથા ઢેબર રોડ વિસ્તારમાં રહેતી 16 વર્ષીય તરૂૂણીએ નજીકમાં આવેલ બગીચા પાસે સજોડે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની તરૂૂણીના સંબંધીઓને જાણ થતા તેણે યુવકને જાહેરમાં બેટથી ફટકાર્યો હતો. હાલ તરૂૂણી અને યુવાનને સારવાર અર્થે સિવિલ હોસ્પિલમાં ખસેડયા હતા. બનાવ અંગેની હોસ્પિલ ચોકીના સ્ટાફે નોંધ કરી ભકિતનગર પોલીસને જાણ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં બન્ને વચ્ચે પ્રેમસંબંધ હોય અને પરિવાર એક નહીં થવા દે તે બીકે પગલું ભર્યુ હોવાનું જાણવા મળ્યું છે. તેમજ તરૂૂણીના પિતાએ જણાવ્યું હતું કે ઉત્સવ નામનો યુવાન મૂળ વડોદરાનો વતની છે ત્યાંથી તળીપાળ થઈ અહીં આવ્યો છે. અને તેની પર અગાઉ ત્રણ-ચાર ગુનાઓ નોંધાઈ ચુકયા હોવાનું જણાવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે.