ભાવનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં પ્રેમી પંખીડાનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
પરિવાર પ્રેમસંબંધ નહીં સ્વીકારે તેવા ડરથી પગલું ભરી લીધું
ભાવનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં રહેતા એક પ્રેમી પંખીડાએ ઘરેથી નિકળી જઇ ભાવનગર એસ ટી. બસ સ્ટેન્ડના પાછળના ભાગે જઇ ઝેરી દવા પી લઇ આપઘાતનો પ્રયાસ કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી હતી. બનાવ બાદ બંન્ને પ્રેમી પંખીડાને ગંભીર હાલતે સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડ
ભાવનગરના મહુવા તાલુકાના તાવેડા ગામે રહેતા રાજદીપભાઇ વલકુભાઇ સીઢા (ઉ.વ.19)એ નેસવડ ચોકડી પાસેની કોઇ તરૂૂણી સાથે પ્રેમ સંબંધમાં ઘરેથી ભાગી જઇ ભાવનગર એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે પહોંચ્યા હતા પરિવારના સભ્યો પ્રેમ સંબંધ નહીં સ્વિકારે તે બાબતે લાગી આવતા બંન્ને પ્રેમી પંખીડાએ બસ સ્ટેન્ડમાં ઉંદર મારવાની ઝેરી દવા પી લીધી હતી
બનાવ બાદ બસ સ્ટેન્ડમાં હાજર મુસાફરોને ધ્યાને આવતા બંન્નેને તાત્કાલિક એમબ્યુલન્સ મારફતે સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં બંન્નેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ નિલમબાગ પોલીસ મથકને થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી પરંતુ બંન્ને પ્રેમીપંખીડાના પરિવારના સભ્યો વચ્ચે સમાધાન થઇ ગયું હોવાનું પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યું હતું.