For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પ્રેમ આવકાર્ય, પરંતુ નામ બદલાવવાનું ષડયંત્ર નહીં ચાલે: DY.CM

01:04 PM Oct 21, 2025 IST | admin
પ્રેમ આવકાર્ય  પરંતુ નામ બદલાવવાનું ષડયંત્ર નહીં ચાલે  dy cm

લવ-જેહાદ, ડ્રગ્સ, અંગે અસામાજિક તત્વોને ચેતવણી: પોલીસની કામગીરીની પ્રશંસા કરતા હર્ષ સંઘવી

Advertisement

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નવી જવાબદારી સંભાળ્યા બાદ પોતાના હોમ ટાઉન સુરતની પ્રથમ મુલાકાત લીધી હતી. દિવાળી સ્નેહમિલન કાર્યક્રમમાં તેમણે શહેર અને રેન્જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે ભાગ લીધો અને રાજ્યની કાયદા-વ્યવસ્થા પર વિસ્તૃત ચર્ચા કરી. ખાસ કરીને ડ્રગ્સના દૂષણ અને લવ-જેહાદના મુદ્દે તેમણે આકરા પ્રહાર કર્યા અને પોલીસને કડક કાર્યવાહી માટે પ્રોત્સાહિત કર્યા.

કાર્યક્રમની શરૂૂઆતમાં સંઘવીએ દિવાળીની શુભેચ્છા પાઠવી અને પોલીસ પરિવારના બલિદાનને બિરદાવ્યું. તેમણે કહ્યું, અંધકારમાં દીપ પ્રગટાવવાનું કારણ પોલીસ બને એવી પ્રાર્થના છે. તેમણે એસટીના કર્મચારીઓ અને પોલીસકર્મીઓના તહેવારોમાં પરિવારથી દૂર રહીને ફરજ બજાવવાના સમર્પણને વખાણ્યું.

Advertisement

પોતાની નવી ભૂમિકા વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે તેઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની કાર્યશૈલીને સિનિયર અધિકારીઓ પાસેથી સમજીને વિભાગને જાણવાનો પ્રયાસ કર્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રશંસા કરતાં તેમણે કહ્યું કે તેમના માર્ગદર્શનથી પીડિતોને ન્યાય મળે તે માટે ડબલ મહેનત કરવા માગે છે. પોલીસને સંદેશ આપતાં કહ્યું, તમારા ઘરે એક દીપક ઓછો પ્રગટાવશો તો ચાલશે, પરંતુ બીજાને ન્યાય મળે તે માટે તત્પર રહો.

હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં લવ-જેહાદના મુદ્દાને સ્પષ્ટપણે રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે હું કોઈ પ્રેમનો વિરોધી નથી, તમામને પ્રેમનો અધિકાર છે, પરંતુ તેમણે છેતરપિંડી અને ષડયંત્ર કરનારાઓને સખત ચેતવણી આપી હતી. જો કોઈ યુવક કોઇ માધ્યમથી, સોશિયલ મીડિયા કે ડિજિટલ પ્લેટફોર્મ થકી દીકરીઓને ટાર્ગેટ કરે અથવા ગુજરાતની દીકરીઓને ફસાવવા માટે નામ છુપાવે તો તેને નહીં છોડાય.

તેમણે ભાવુક થઈને કહ્યું કે જો આ દીકરીની જગ્યાએ આપણી દીકરી હોય તો?. સંઘવીએ સ્પષ્ટ કર્યું કે ગુજરાતની બોર્ડર પર કોઈ પલવ-જેહાદથનું ષડયંત્ર નહીં કરે. સાચો પ્રેમ કરનારને હેરાન નહીં કરવાનાનો, પરંતુ નામ બદલીને કોઈ ષડયંત્ર કરે તો ન ચલાવી લેવાય. ગૃહ રાજ્યમંત્રીનું આ નિવેદન સ્પષ્ટ કરે છે કે સરકાર આ મામલાને માત્ર ધર્મ સંબંધિત મુદ્દા તરીકે નહીં, પણ દીકરીઓ સાથેની છેતરપિંડી અને કાયદાના ઉલ્લંઘન તરીકે જુએ છે.

ડ્રગ્સ વિરુદ્ધની લડતને આરપારની લડાઈ ગણાવી તેમણે જણાવ્યું કે રાજ્ય પોલીસે કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને આંતરરાષ્ટ્રીય રેકેટને રોક્યું છે. હવે નાના પેડલરો પર હલ્લાબોલ કરવામાં આવશે અને નવા વર્ષથી શ્રી હોમ અભિયાન શરૂૂ કરાશે. પોલીસની માનવતાવાદી કામગીરીની પ્રશંસા કરતાં તેમણે 112 હેલ્પલાઇનનો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે તાજેતરમાં 118 બહેનોને પોલીસે ઘરે પહોંચાડી છે. તેમણે કહ્યું, પોલીસની ગાડી જોઈને લોકોમાં વિશ્વાસ આવવો જોઈએ. આ મુલાકાતથી સ્પષ્ટ છે કે સરકાર ડ્રગ્સ અને લવ-જેહાદ પર પોલીસને સંપૂર્ણ સમર્થન આપશે, જેથી રાજ્યમાં કાયદાનું રાજ સુનિશ્ચિત થાય.

Advertisement
Tags :
Advertisement
Advertisement