For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કમળ-કેસરિયો અને કાર્યકર મારી ઓળખ: વિશ્ર્વકર્મા

04:03 PM Oct 04, 2025 IST | Bhumika
કમળ કેસરિયો અને કાર્યકર મારી ઓળખ  વિશ્ર્વકર્મા

ભાજપ અધ્યક્ષ તરીકે પ્રથમ સંબોધનમાં કહ્યું પાણીથી પાતળા રહેવાની વાત મેં જીવનમાં ઉતારી છે

Advertisement

સી.આર. પાટીલની કામગીરીને બિરદાવી, જનતાએ ભાજપ પર વિશ્ર્વાસ મુકયો છે તો ભાજપની પણ જવાબદારી છે

ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ તરીકે તાજપોષી બાદ આજે ગાંધીનગર કમલમ ખાતે જગદીશ વિશ્ર્વકર્માએ પ્રથમ સંબોધન કર્યુ હતુ. કમલમ ખાતે વિશ્ર્વકર્માના શપથ સમારોહમા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ પ્રમુખ સી.આર. પાટીલ, સંગઠન મંત્રી રત્નાકર પાંડે, ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવ, કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ કે. લક્ષ્મણ ઉપરાંત ભાજપના સાંસદો-ધારાસભ્યો, શહેર-જિલ્લા પ્રમુખો સહિત અપેક્ષિત હોદેદારો ઉપસ્થિત રહયા હતા અને નવા પ્રમુખને શુભકામના પાઠવી હતી.

Advertisement

પ્રદેશ પ્રમુખ બન્યા બાદ જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે મને જે જવાબદારી આપી છે તે તમામને હું વંદન કરું છું. સી આર પાટીલે સંગઠનને વધુ મજબૂત બનાવાનું કામ કર્યું છે. મારા જેવા બૂથની જવાબદારી નિભાવતા કાર્યકરને આ જવાબદારી આપી છે અને આ જવાબદારીની સાચી ઓળખ મારી સામે બેઠેલો કાર્યકર છે. મારો કાર્યકર એ જ મારી સાચી ઓળખ છે .

જગદીશ વિશ્વકર્માએ ભાજપ અધ્યક્ષ તરીકે કાર્યકાર સંભાળી લીધો છે. ત્યારબાદ યોજાયેલા સમારોહમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું કે મારા પર મુકેલા વિશ્વાસ બદલ સૌનો આભાર માનુ છું. સી.આર. પાટીલના સમયમાં આપણે 156 બેઠકો જીત્યા હતા અને સી.આર.પાટીલે સંગઠનને મજબૂત બનાવવા કામ કર્યુ છે. તેમણે કહ્યું કે ભાજપની સાચી ઓળખ તેનો કાર્યકર્તા છે. તેમણે કહ્યું કે પ્રદેશ અધ્યક્ષ નહીં કાર્યકર્તાઓ મારી સાચી ઓળખ છે.

જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે 1980માં સ્થાપના બાદ આજે ભાજપ વટવૃક્ષ બન્યું છે અને જનકલ્યાણની ભાવનાને વધુ ગતિશીલ કરવા પ્રયાસ કરીશુ છે. તમામ કાર્યકર્તાઓ મારા માટે એકસમાન છે. ભાજપની વિચારધારા માટે કાર્યકર્તા કામ કરે છે અને પરિવારનો ત્યાગ કરીને જનસેવા માટે કાર્યશીલ રહે છે.

તેમણે કહ્યું કે ઙખ મોદીના નેતૃત્વમા વિકાસના કામો થયા છેય સૌનો સાથ, સૌનો વિકાસના મંત્ર સાથે આગળ વધ્યા છે. પાણીથી પાતળા રહેવાની વાત મે જીવનમાં ઉતારી છે અને મારી ઓળખ કેસરિયો અને કમલ છેતેમણે એમ પણ કહ્યું કે ભાજપને અનેક દિર્ધદૃષ્ટાવાળા નેતા મળ્યા છે અને સારા વિઝન સાથે રાજ્ય, દેશ આગળ વધી રહ્યો છે.

રાત - દિવસ કામ કરનાર કાર્યકર્તાઓ ભાજપ પાસે છે અને ભાજપ વિકાસ, વિશ્વાસનો પર્યાય છે તેમ જણાવીને વિશ્વકર્માએ કહ્યું કે આપણુ ધ્યેય વિકસિત ગુજરાત, સશક્ત ભાજપ છે અને ટીમ ભાજપ તરીકે જનતાની સેવામાં રહેવાનું છે અને જનતાએ ભાજપ પર ભરોસો મુક્યો છે તો ભાજપની પણ જનતા પ્રત્યે જવાબદારી રહે છે.

વજુભાઈ વાળા, પાટીલને રાષ્ટ્રીય પરિષદમાં સ્થાન
ભાજપના વરિષ્ઠ નેતા અને રાજકોટનાં પૂર્વ ધારાસભ્ય વજુભાઈ વાળાની રાષ્ટ્રીય પરિષદમાં નિમણૂંક કરવામાં આવી છે. ગુજરાત ભાજપના અધ્યક્ષના શપથ સમારોહમાં ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે આ જાહેરાત કરી હતી. વજુભાઈ સિવાય, અમિત શાહ અને સી.આર.પાટીલને પણ રાષ્ટ્રીય પરિષદમાં સ્થાન મળ્યું છે. દેશભરના કુલ 39 નેતાઓની આ પરિષદમાં નિમણૂંક કરાઈ છે.

હાર્દિક સહિત અનેકને જગ્યા મળી નહીં, પ્રદિપસિંહની ડબલના સોફામાં ત્રિપલ સવારી

ગુજરાત ભાપના નવા અધ્યક્ષ જગદીશ વિશ્ર્વકર્માના શપથવિધી સમારોહમાં આમંત્રિતોની સંખ્યા ધારણા કરતા વધી જતા કેટલાક ધારાસભ્યો અને પાધિકારીઓને બેસવાની જગ્યા મળી ન હતી પરિણામે હાર્દિક પટેલ સહિતના નેતાઓ ઉભેલા જોવા મળ્યા હતા. જયારે પ્રદિપસિંહ વાઘેલા જેવા આગેવાનો ડબલના સોફામાં ત્રીજા બેઠાલા જોવા મળ્યા હતા. આજના કાર્યક્રમમાં બેઠક વ્યવસ્થા પરથી નેતાઓ-ધારાસભ્યોના ‘માપ’ નીકળતા જોવા મળ્યા હતા. નવા પ્રમુખને હાથ મિલાવતી વખતે પણ બોડી લેન્ગવેજ અને મોઢાના હાવભાવ ઉપરથી ઘણાલોકો અનુમાનો લગાવતા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement