રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કોલેજની ફી સટ્ટામાં ગુમાવી, નાપાસ થતા ડેન્ટલનો વિદ્યાર્થી બન્યો શાતિર ચોર

06:53 PM Feb 13, 2024 IST | Bhumika
Advertisement

અમદાવાદ સહિત ના ક્રીમ અને કોમર્શિયલ વિસ્તાર એવા એસ.જી. હાઇવે પર સોલા, સેટેલાઇટ, સરખેજ અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ની હદ લાગે છે. છેલ્લા કેટલાય દિવસ થી એસ.જી હાઇવે પર બાઈક અને કારની ચોરીની ઘટનાઓ એક પછી એક 14 જેટલી ઘટનાઓ સામે આવી જેમાં અમદાવાદ ઝોન 1 દ્વારા 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય આરોપીઓ જૂનાગઢ ના છે અને અભ્યાસ તથા રોજગારી મેળવવા માટે અમદાવાદ આવ્યા હતા પણ આર્થિક રીતે ફસાઈ જતાં ચોરીના રવાડે છે.

Advertisement

રાહુલ ચાંપેનેરી છે જે ફક્ત 23 વર્ષનો અને ડેન્ટલનો સ્ટુડન્ટ છે. પરંતુ અભ્યાસમાં ફેલ થયો અને કોલેજમાંથી કાઢી મુકવામાં આવ્યો. ત્યાર બાદ ઓનલાઇન ગેમિંગમાં પૈસા હારી જતા મેડિકલ કોલેજની ફી બાબતે ફાંફાં પડ્યા અને અંતે આર્થિક સંકળામણને કારણે બાઇક ચોરી કરવા માટે લાગ્યો, બીજા સહ આરોપીઓની વાત કરવામાં આવે તો યોગેશ કે જે અમદાવાદ આવીને લોકડાઉન પહેલા પાનનો ગલ્લો શરૂૂ કર્યો હતો. પરંતુ લોકડાઉનમાં ગલ્લો સંપુર્ણ લોક વાગી ગયો જ્યારે દિલીપ અગાઉ પણ ચોરીના કિસ્સામાં ઝડપાયો છે.

આરોપીઓની ચોરીના વાત કરવામાં આવે તો આરોપી રાહુલ ચાંપાનેરી, યોગેશ બોરખતરીયા અને દિલીપ બોરખતરીયા ત્રણેય અમદાવાદના એસ.જી. હાઇવે પર બાઇકની રેકી કરતા હતા અને આસાનીથી જુની ચાવીથી બાઇક ચાલુ થઇ જાય તેવી બાઇકોને ટાર્ગેટ બનાવતા હતા. જ્યારે પોલીસ તો ઈં20 ગાડીની ચોરીના કેસ બાબતે તપાસ કરતી હતી પરંતુ 9 પોલીસ સ્ટેશન વિસ્તારના બાઇક ચોરીના ભેદ ઉકાલાયા છે. જ્યારે ચોરીના બાઇક રેપીડો સર્વિસમાં ચાલતા પોલીસે રેપીડો કંપનીને પણ નોટીસ પાઠવી છે.

Tags :
crimecrime newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement