દ્વારકામાં આડેધડ રાખેલ લારીઓ જપ્ત
યાત્રાધામ દ્વારકામાં આજે સોમવારે સાંજે દ્વારકા એસડીએમ અમોલ આવટે પાલીકા ચિફ ઓફિસર નગરપાલિકા પોલીસ ના કાફલો સાથે શહેરમાં રહેલ આડેધડ લારીઓ ટેબલો જપ્થ કરવા નીકળ્યા હતા. ત્યારે મોટાભાગના લારીઓ વાળા લારીઓ ભગાડી જતા રહ્યા હતા. દ્વારકાના હોમગાડ ચોકથી શરૂૂઆત કરી હતી ત્યારે જોધાભા માણેક ચોક સુધીમાં અંદાજિત વિસ જેટલી લારી ટેબલો જપ્ત કરવામાં આવ્યાં હતાં.
ઉલ્લેખનીય છેકે દ્વારકાની લારી-ગલા આંદોલન ચાલતું હોય તેમાં સીન સપાટા નાખવામાં આજે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને કોંગ્રેસ આગેવાન લાલજીભાઈ દેસાઈ દ્વારા મોટાપાયે જાહેર સભા ગજવી અને દ્વારકા પ્રાંત ને રૂૂબરૂૂ રજૂઆત કરી હોવા છતાં કોંગ્રેસના નેતાઓ હજુ દેવભૂમિ દ્વારકા જિલ્લાની હદ છોડે તે પહેલા દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રાંત અધિકારી દ્વારા દ્વારકા હોમગાર્ડ ચોક થી શહેરમાં આડેધડ રાખેલ લારીઓ જપ્ત કરવાની કામગીરી હાથ ધરી હતી.
જોકે બપોરે કોંગ્રેસના નેતાઓએ દ્વારકાના લારી ધારકોને જાહેરમાં કયેલ કે બધા પોતપોતાને જગ્યાએ લારીઓ પાથરણાંઓ મૂકી પોતપોતાનો ધંધો શરૂૂ કરી દો કોઈ આવે તો અમે હાજર હોશું. તારી તેવી બાંહેધરી આપી હતી. પરંતુ કોંગ્રેસના નેતાઓનો માની શહેરના લારીઓ વાળા કડે ચડી ગયેલા હતા. અને લારીઓ અને લારીઓ જપ્ત કરવાનો વારો આવ્યો.