સ્વામિ. ભગવાને શિક્ષાપત્રીમાં જીવન લક્ષ્યને સુદ્દઢ બનાવવાની સમજ આપી છે: ટી.વી. સ્વામી
આત્મીય વિશ્ર્વ વિદ્યાલય ખાતે ત્રિ-દિવસીય 26મું જીવન વિદ્યા રાષ્ટ્રીય સંમેલનનો પ્રારંભ: વર્તમાન શિક્ષા વ્યવસ્થા અંગે મંચ ચર્ચા યોજાઇ
આત્મીય વિશ્વ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ નાં પરિવારના સદસ્યો, ઉદ્યોગ જગતના લોકો, ડોકટર, શિક્ષકો અને સેવાભાવી સંસ્થાઓના કાર્યકરો માટે જીવન વિદ્યા પરિચય શિબિરના માધ્યમથી લોક જાગૃતિ કાર્યક્રમનું આયોજન પણ આત્મીય વિશ્વ વિદ્યાલયમાં પ્રત્યેક વર્ષ થતું રહ્યું છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં સાંસ્કૃતિક ચેતના પ્રબળ બને અને પારિવારિક તેમજ સામાજિક મૂલ્યો જેવાકે વિશ્વાસ, સમ્માન, સ્નેહ, કૃતજ્ઞતા સ્થાપિત થાય અને સમગ્ર વિશ્વ એક પરિવાર બને તેવો હોય છે.
તેને અનુલક્ષીને સંસ્કૃતિ અને સભ્યતા ને પોષણ આપતો કાર્યક્રમ એટ્લે જીવન વિદ્યા નું રાષ્ટ્રીય સમ્મેલન, કે જેનું આયોજન 8/11/2024 થી 10/11/2024 દરમિયાન આત્મીય વિશ્વ વિદ્યાલયનાં આંગણે થઈ રહ્યું છે જેમાં પ્રથમ દિવસ ના ભાગરૂૂપે જે પણ મંચ ચર્ચા રહી તેનો સંક્ષિપ્ત પરિચય અહીં પ્રસ્તાવિત કરવામાં આવેલ છે.
દીપ પ્રજવલન દ્વારા સત્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં આત્મીય વિશ્વ વિદ્યાલય તરફથી વિશ્વ વિદ્યાલયના પ્રેસિડેંટ ત્યાગવલ્લભ સ્વામીજી, તેમજ સંસ્થાના અગ્રણીઓ તથા જીવન વિદ્યા પરિવાર તરફથી સોમદેવ ત્યાગી, શ્રીરામ નરસિમ્હન, સુરેન્દ્ર પાઠક અને રણસિંગ આર્ય વગેરે મહાનુભાવો પણ તેમાં જોડાયા હતા.
ત્યારબાદ સમ્મેલનની થીમ ને અનુરૂૂપ પ્રાસંગિક વક્તવ્યમાં ત્યાગવલ્લભ સ્વામીજી એ સ્વામિનારાયણ ભગવાને શિક્ષા પત્રી મારફતે જીવન લક્ષ્યને સુદ્રઢ બનાવવા માટે જે સૂત્રો ની સમજ આપી છે તેની વિગતવાર વાત કરી, આ સાથે જ તેઓએ શિક્ષા ના મારફતે વિદ્યાર્થીમાં સ્કિલ ની સાથે સાથે મૂલ્ય નું પણ સિંચન થાય તે વાત પર ભાર મૂક્યો હતો.
આ સાથે જ સમ્મેલન ની સમાંતર એક રાષ્ટ્રીય કક્ષાનો સેમિનાર પણ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં 109 જેટલા પેપર પ્રેજન્ટ કરવામાં આવ્યા હતા અને જીવન વિદ્યાની એક પ્રદર્શની ને પણ ખુલ્લી રખવામાં આવી હતી, જેમાં મુખ્ય રૂૂપે આવર્તન શીલ વિધિથી બનાવેલ વસ્તુઓને લોકો સમક્ષ ખુલ્લી રાખવામા આવી હતી જેને પણ બધા લોકોએ હર્ષભેર માણ્યું હતું.
ત્યારબાદ સમ્મેલનનો એક મહત્વનો ભાગ એટ્લે મુખ્ય મંચ ચર્ચા. જેનો વિષય હતો વર્તમાન શિક્ષા વ્યવસ્થા", જેમાં ટોટલ 7 લોકોએ (સુમરસિંહ, મહેન્દ્ર સિંહ, જીગર રત્નોત્તર, કુમાર ગૌરવ, રાજેશ બહુગુણા, કેશવ સહુ અને સંગિતા બેન) ભાગ લીધો હતો. અંતમાં સમ્મેલનના દરેક સદસ્યો માટે 4 સમાંતર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં અધ્યયન, સ્વાવલંબન, શિક્ષા નું માનવીયકરણ જેવા વિષયોને જે કોઈ લોકો વિગતવાર સમજવા માંગતા હોય તો તેઓ આ ગોષ્ઠી માં જઈને પ્રબોધકો નું માર્ગદર્શન પ્રાપ્ત કરી શકે છે.