શહેરમાં વેંચાતા લુઝ આઇસ્ક્રીમ ખાવા લાયક નથી, ચાર સેમ્પલ લેબમાં ફેઇલ
મનપાના ફુડ વિભાગ દ્વારા ગત માસે લેવામા આવેલ ખાધ પદાર્થનાં સેમ્પલ પૈકી 4 આઇસ્ક્રીમના સેમ્પલનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે . આઇસ્ક્રીમમા મિલ્ક ફેટનુ પ્રમાણ ઓછુ હોવાથી ચારેય આઇસ્ક્રીમનાં વિક્રેતાને રૂ. 95 હજારનો દંડ કરવામા આવ્યો હતો. તેવી જ રીતે ફુડ વિભાગે આજરોજ મીઠાઇ , ફરસાણ, સુકામેવા સહીતનાં પ1 સેમ્પલ લઇ પૃથકરણ અર્થે લેબમા મોકલી આપ્યા છે.
મનપાનાં ફુડ વિભાગે આબાદ ગૃહ ઉધોગ તથા ખોડીયાર વિજય ડેરી ફાર્મ તથા ક્રીમઝેન ફુડ પ્રા. લી. માથી અલગ અલગ પ્રકારનાં આઇસ્ક્રીમનાં સેમ્પલ લઇ લેબમા મોકલેલ જેનો રીપોર્ટ નેગેટીવ આવતા નમુના ફેલ જાહેર થયેલ. અને આ કેસ અધીક કલેકટર સમક્ષ ચાલી જતા કલેકટરે ચારેય વિક્રેતાઓને રૂ. 95 હજારનો દંડ ફટકાર્યો હતો. આ આઇસક્રીમમાથી ફેટ કાઢી લીધેલ હોય ધારાધોરણ કરતા ઓછુ ફેટ હોવાનો રીપોર્ટ લેબમાથી મળેલ . જેનાં આધારે દંડનીય કાર્યવાહી કરવામા આવી હતી.
ફુડ વિભાગ દ્વારા આજે પણ અલગ અલગ વિસ્તારોમા ચકાસણી હાથ ધર મીઠાઇ , ડ્રાયફુટ, ફરસાણ સહીતનાં પ1 સેમ્પલ લીધા હતા જેમા યુનીવર્સીટી રોડ, પેડક રોડ, કાલાવાડ રોડ, કોટેચા નગર મેઇન રોડ, સાધુ વાસવાણી રોડ, અમર નગર મેઇન રોડ, ઉમાકાંત પંડીત ઉધોગ નગર, દાણાપીઠ , પંચાયત ચોક, જે. કે. ચોક, કુવાડવા રોડ, ચંપક નગર, રેલનગર , સેટેલાઇટ પાર્ક, સાધુ વાસવાણી કુંજ રોડ અને પોપટપરા મેઇન રોડ પર આવેલ મીઠાઇ , ફરસાણની દુકાનો અને સુકામેવાની દુકાનોમા ચેકીંગ હાથ ધરી દ્રાક્ષ, કાજુ, અંજીર પાક, પવાનો ચેવડો, અખરોટ, કાજુ, બદામ , ખજુર પાક, મોહનથાળ, ટોપરા પાક, પેરી પેરી કાજુ, કેળા વેફર , પાપડી , તીખા ગાઠીયા, મેસુબ સહીતનાં પ1 નમુના લઇ પૃથકરણ અર્થે લેબમા મોકલી આપ્યા હતા.