For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જાહેરમાં એકીટશે જોવું એ છેડતી ગણાય નહીં

04:50 PM Nov 20, 2025 IST | Bhumika
જાહેરમાં એકીટશે જોવું એ છેડતી ગણાય નહીં

સ્કુલવાનમાં બેસતી સગીરાને એકી નજરે જોવાના કેસમાં હાઇકોર્ટનો તલસ્પર્શી ચુકાદો

Advertisement

સ્કૂલવાનમાં બેસવા જતી કોઇ સગીરાને એકીટશે જોઇ રહેવાનું કૃત્ય એની નિજતાનું હનન કે પછી છેડતી અથવા તો જાતિય સંતોષ માટે તાકઝાંખ (વોયરિઝમ)નો ગુનો ગણી શકાય નહીં એવો મહત્ત્વપૂર્ણ અને સિમાચિહ્ન રૂૂપ ચુકાદો ગુજરાત હાઇકોર્ટે આપ્યો છે. વડોદરાની ટ્રાયલ કોર્ટે આ કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કરતાં તેની સામે થયેલી અપીલ રદ કરતાં હાઇકોર્ટના જાસ્ટિસ એસ.વી. પિન્ટોએ ઉક્ત ચુકાદો આપ્યો છે અને ટ્રાયલ કોર્ટના ચુકાદામાં કોઇ ખામી નહીં હોવાનું ઠરાવ્યું છે. સાથે જ આરોપીને નિર્દોષ છોડવાના ટ્રાયલ કોર્ટના ચુકાદાને બહાલ રાખ્યો છે.
આ ઘટના વડોદરાના વૃન્દાવન બંગલોઝ ડભોઇ વાઘોડિયા રિગ રોડની છે.

જેમાં આરોપી ઉપર એવો આક્ષેપ લગાવાયો હતો કે ઘટના સમયે ફરિયાદીની દીકરી 15 વર્ષની હતી. તે જ્યારે સવારે સ્કૂલ જવા વાનમાં બેસવા જતી ત્યારે આરોપી સામેના મકાનમાંથી તેને એકીટશે ખરાબ નજરે જોઇ રહેતો હતો. આ ફરિયાદ બાદ તપાસ અને ચાર્જશીટ દાખલ કરાઈ હતી. ત્યારબાદ કેસની ટ્રાયલ ચાલી જતાં વડોદરાની કોર્ટે ફરિયાદી પક્ષના પુરાવા અને વિરોધાભાસી નિવેદનો તથા આરોપી સામેની ફરિયાદ કાઉન્ટર બ્લાસ્ટના ભોગે થઇ હોવાનું નોંધી આરોપીને નિર્દોષ છોડવાનો હુકમ કર્યો હતો. જે હુકમ સામે હાઇકોર્ટ સમક્ષ અપીલ દાખલ કરવામાં આવી હતી.

Advertisement

આ અપીલ હાઇકોર્ટના જાસ્ટિસ એસ.વી. પિન્ટોએ રદબાતલ કરી હતી અને છેડતી તથા વોયરિઝમ (જાતિય સંતોષ માટે કોઇને એકીટશે જોઇ રહેવાના ગુનાની જોગવાઇની ઝીણવટભરી છણાવટ કરી આપી હતી. હાઇકોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, આ કેસની હકીકતને ધ્યાનમાં લઇએ તો એવો આક્ષેપ લગાવાયો છે કે સગીરા સ્કૂલ વાનમાં બેસવા જતી ત્યારે આરોપી તેને એકીટશે જોઇ રહેતો હતો. જોકે સ્કૂલ વાનમાં બેસવા માટે સગીરા એક જાહેર સ્થળે આવતી હતી. તેથી એ કૃત્ય અંગત, ગોપનીય કે ખાનગી નહીં પરતું જાહેર કૃત્ય ગણાય.

આ સમયે પીડિતા બાથરૂૂમ, બેડરૂૂમ કે ચેન્જિંગ રૂૂમ જેવા નિતાંત અંગત કે ખાનગી સ્થળે નહોતી. તે કોઇ અત્યંત ખાનગી હરકત કરતી હતી એવું પણ નથી. આવા સંજોગોમાં કાયદાની જોગવાઇ કહે છે કે નવોયરિઝમથનો ગુનો ત્યારે જ બને જ્યારે પીડિતા કોઇ અંગત કે ખાનગી જગ્યા જેમ કે બાથરૂૂમ, બેડરૂૂમ અથવા ચેન્જિંગ રૂૂમ વગેરેમાં હોય અને કોઇ તેને જાતિય સંતોષ માટે એકીટશે જોઇ રહ્યો હોય અથવા રેકોર્ડ કરી રહ્યો હોય. કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંત મુજબ વોયરિઝમના ગુનો પુરવાર કરવા જાતીય સંતોષ માટે પીડિતાને જોવાનો અથવા એને રેકોર્ડ કરવાનો ઈરાદો અથવા કૃત્ય જરૂૂરી છે. આવા ઈરાદા વિના ક્ષણિક નજરે જોવાને વોયરિઝમ ગણી શકાય નહીં.

હાઇકોર્ટે વધુમાં એવા તારણો પણ રજૂ કર્યા છે કે પ્રસ્તુત કિસ્સામાં આરોપી દ્વારા સ્કૂલ વાનમાં બેસવા જઈ રહેલી પીડિતાને જોવું એ આઇપીસીની કલમ 354(ઈ) હેઠળ વોયરિઝમ કે છેડતી ગણી શકાય નહીં, કારણ કે તે ખાનગી કૃત્યના આવશ્યક ઘટક અને નિજતાની વાજબી અપેક્ષાને સંતોષવામાં નિષ્ફળ જાય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement