અમરનાથ યાત્રાના રજિસ્ટ્રેશન માટે બેંકો બહાર લાંબી કતાર
અમરનાથયાત્રા માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને રજીસ્ટ્રેશનનો પ્રારંભ થયો છે. નોંધણી માટે પંજાબ નેશનલ બેંક, જમ્મુ અને કશ્મીર બેંક, યસ બેંક અને એસબીઆઈ બેંકની શાખામાં વ્યવસ્થા કરવામાં અવાી છે. દર વર્ષે રાજકોટ શહેરમાંથી પણ લોકો આ યાત્રાનો લાભ લેતા હોય છે. અને આ વર્,ે પણ જાહેરાત થતાનીસાથે શ્રધ્ધાળુઓ રજીસ્ટ્રેશન માટે ઉમટી પડ્યયા છે. રજીસ્ટ્રેશન માટે લોકોની બેંક બહાર લાંબી લાઈન લાગી છે. જો કે, વેબસાઈટમાં એરર આવતી હોવાના લીધે રજીસ્ટ્રેશન માટે સમસ્યા થઈ રહી છે.
પંરતુ અરજદારો દ્વારા રોષ ઠાલવવામાં આવી રહ્યો છે. અને જણાવી રહ્યા છે કે બેંકોમાંલાગતા વળગતી ગોઠવણ કરવામાં અવાી રહી છે. ઓળખીતાની નોંધણી પ્રથમ કરાય રહી છે અને જે તારીખ જોઈતી હોય તેવી તારીખથી રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે. આની યોગ્ય તપાસ થવી જોઈએ તેવી માંગ કરી રહ્યા છે. ઉપરાંત હાલ કાળઝાળ તાપ પડી રહ્યો છે તો બહાર મંડપની કે બેસવા, પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી અને રજૂઆત કરવા જાય તો પોલીસ બોલાવવાની ધમકી આપે છે. વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા રજૂઆત કરી તો જવાબ આપતા નહીં હોવાના આક્ષેપ થયા છે.
-