જામનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીના વેચાણ માટે વાહનોની લાંબી કતારો
જામનગર ના હાપા માર્કેટ યાર્ડ માં મગફળીના જથ્થો લઈને બહોળી સંખ્યા માં ખેડૂતો વેંચાણ માટે આવી રહ્યા છે. ગઈકાલે વિશાળ સંખ્યામાં વાહનો આવ્યા હોવાથી લાંબી કતારો જોવા મળી હતી. જેમાં પ્રથમ દિવસે સોમવારે 89 ખેડૂતોને ટોકનો આપીને તેઓની મગફળી ઉતારવામાં આવી હતી, જ્યારે મંગળવાર માટે વધુ 50 ખેડૂતોને ટોકાનો અપાયા છે.
જામનગર પંથક માં મગફળીનું વ્યાપક પ્રમાણમાં વાવેતર થયું હતું, જો કે છેલ્લા કેટલાક દિવસથી માવઠાના કારણે મગફળીને વ્યાપક નુક્સાન થયું છે. દરમિયાન ગઈકાલે રવિવારે વિશાળ સંખ્યામાં ખેડૂતો મગફળીના જથ્થા સાથે વેંચાણ માટે માર્કેટ યાર્ડમાં આવ્યા હતાં. આથી વાહનો ની લાંબી લાઈનો જોવા મળી હતી. ગત્ મોડીરાત સુધી વાહનો ની આવક ચાલુ રહેવા પામી હતી.
કુલ 230 ખેડૂતો , 7843 ગુણી એટલેકે 13725 મણ મગફળી ના જથ્થો લઈને યાર્ડ માં આવ્યા હતા, પ્રથમ દિવસે 89 ખેડૂતો ના વાહનો યાર્ડમાં ખાલી કરાયા હતા. આજે યાર્ડ માં 8578 ગુણી મગફળી ના સોદા થયા હતા. અને ભાવ ઝીણી મગફળી ની પ્રતિ મણ રૂૂ.900 થી 1120 અને જાડી મગફળી નો ભાવ રૂૂ.800 થી 1010 નો બોલાયો થયો.
આ વર્ષ તો ટેકાના ભાવે મગફળી વેંચાણ માટે પણ જિલ્લામાં એક લાખ થી વધુ ખેડૂતો એ નોંધણી કરાવી છે, પરંતુ સરકાર દ્વારા ખરીદી ની પ્રક્રિયા ક્યારે શરૂૂ થશે તેની યાદી ઓ જાહેર થઈ નથી. આથી અમુક ખેડૂતો તો યાર્ડમાં મગફળીનું વેંચાણ કરી રહ્યા છે. મંગળવાર માટે વધુ 59 ખેડૂતોને ટોકન અપાયા છે, અને તેઓના વાહનો ખાલી કરાવાશે.
