વિદ્યાસહાયકના ફોર્મ જમા કરાવવા ડીઇઓ કચેરીમાં લાંબી કતાર
કલાકો સુધી તડકામાં ઊભા રહેવા અને લોબીમાં બેસવા ઉમેદવારો મજબૂર: ફોર્મ જમા કરાવવાની પ્રક્રિયા ઝડપી કરવા માંગ
રાજય સરકાર શિક્ષણ વિભાગ દ્વારા 13હજારથી વધુ વિદ્યાસહાયકની ભરતી કરવા માટેની જાહેરાત કર્યા બાદ અરજી મંગાવવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લા શિક્ષણધિકારી કચેરી ખાતે રાજકોટ જિલ્લાના ઉમદેવારો ફોર્મ સહિતના પ્રમાણપત્રો જમા અને વેરિફિકેશન માટે આવતા કચેરી બહાર લાંબી લાઇન લાગી હતી. અને અંદર થતી ઉમેદવારોને ઢગલા કરી બેસાડવામાં આવતા ઉમેદવારો અકળાયા હતા.
વિદ્યાસહાયકની ભરતી માટે ઓનલાઇન ફોર્મ ભરાયા બાદ જિલ્લાકક્ષાએ કચેરી ખાતે જમાં કરાવવા માટે ઉમદેવારોલ તા.7મીથી આવી રહ્યા છે. છેલ્લા 7 દિવસમાં 2000થી વધારે ઉમેદવારો દ્વારા ફોર્મ અને પ્રમાણપત્રો વેરીફાઇ કરવામાં આવ્યા છે. અને આ પ્રક્રિયા તા.19 નવેમ્બર સુધી ચાલશે.
ફોર્મ જમા કરાવવા માટે રાજકોટ જિલ્લા શિક્ષણધિકારી કચેરી ખાતે ઉમેદવારો સતત ઉમટી રહ્યા હોવાથી કચેરીના ગેટથી રોડ સુધી લાંબી કતારો લાગી છે. તેમજ બેસવાની યોગ્ય વ્યવસ્થા નહીં હોવાથી ઉમેદવારોને કલાકો સુધી ઉભા પગે રહેવુ 5ડી રહ્યુ છે તેમજ બહાર રસ્તા પર આવેલ સૌચાલય સુધી લાંબી લાઇન લાગી છે કચેરીના હોલમાં ખાલી જગ્યાના અભાવે ઉમેદવારોનો જમાવડો થયો છે. અને બેસવામાં પણ સમસ્યા થતી હોવાનુ રાવ ઉમેદવારોમાં ઉઠી હતી કેટલાક ઉમેદવારો નાના બાળકો સાથે આવતા પરેશાન થયા છે.
આ અંગે ઉમેદવારોમાંથી જાણવા મળ્યા મુજબ દુર-દુર તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા ઉમેદવારોને ફોર્મ જમા કરાવવા માટે આખો દિવસ કાઢવો પડી રહ્યો છે. કલાકો સુધી ફોર્મ જમા કરાવવા માટે રાહ જોવી પડી રહી છે. નાના બાળકો સાથે હોવાથી ધણી સમસ્યા થતી હોય ફોર્મ ચકાસણી અને જમા કરાવવાની પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરવા માંગ ઉઠી છે.