ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અકસ્માતના બહાને પૈસા પડાવતી ગેંગ સક્રિય હોવાની સ્થાનિકોની રજૂઆત

11:50 AM Oct 19, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

નવા નાગના સહિતના લોકોએ આવા તત્વોથી રક્ષણ આપવા એસ.પી.ને આવેદન પાઠવ્યું

Advertisement

જામનગર નજીક નવા નાગના ગામના સંખ્યાબંધ રહેવાસીઓ ઉપરાંત જામનગરના ગુલાબ નગર સહિતની આસપાસની સોસાયટી વિસ્તારના 500 જેટલા લોકોનું ટોળું આજે જિલ્લા પોલીસવડા ની કચેરીએ રેલી સ્વરૂૂપે પહોંચ્યું હતું, અને હાઇવે રોડ પર વાહન અથડાવવાના બહાને નાણા પડાવતી ગેંગ સામે કાર્યવાહી કરવા ઉગ્ર રજૂઆત કરી છે.

કારખાના સહિતના સ્થળોમાં મજૂરી કામ કરીને નવા નાગનાથ આસપાસના વિસ્તારના શ્રમિકો પોતાના વાહનમાં પરત ફરતા હોય છે ત્યારે આ ચોક્કસ ગેંગ તેઓ સાથે પોતાનું વહન અથડાવીને નુકસાની ના પૈસા પેટે મોટી રકમનું વળતર માંગે છે, અને સ્થળ ઉપર જે કંઈ રકમ હોય ખિસ્સા માંથી કઢાવી લે છે.અન્યથા પાછળ પાછળ તેમના ઘર સુધી જઈને ધાક ધમકી આપી પૈસા પડાવે છે. માત્ર નવા નાગના ગામમાં તાજેતરમાં સાત બનાવ બન્યા છે. ઉપરાંત અન્ય સોસાયટી વિસ્તારમાં પણ અનેક બનાવો બન્યા છે, અને બે-ત્રણ હજારથી લઈને 35,000 સુધીની રકમ પડાવી લેવાના કિસ્સા બન્યા છે. જે ચોક્કસ ગેંગ સામે કાર્યવાહી કરવા બાબતે જિલ્લા પોલીસવડા સમક્ષ રજૂઆત કરાઈ છે.

Tags :
gujaratgujarat newsjamnaagrjamnagarnewsLocals report that gangspretext of accidents
Advertisement
Advertisement