માળિયા મિંયાણાના વિભાજનના પ્રસ્તાવ સામે સ્થાનિકોમાં રોષ, કલેકટરને આવેદન
માળિયા તાલુકાને વિભાજીત કરી જેતપર અને પીપળીયા ચાર રસ્તા ખાતે નવા તાલુકાઓ રચવાના પ્રસ્તાવ સામે તીવ્ર વાંધો અને માળિયાને મૂળ તાલુકા મથક તરીકે જાળવી રાખવાની માંગ સાથે માળિયા તાલુકા હિત રક્ષક સમિતિએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું છે.
આવેદનમા જણાવ્યું છે કે માળિયા તાલુકાના હિત રક્ષક સમિતિના સભ્યો, માળિયા તાલુકાની ગ્રામ પંચાયતના સરપંચો, સામાજિક આગેવાનો, યુવાનો અને નાગરિકોએ આવેદનમાં હૃદયની વ્યથા અને તીવ્ર વાંધો વ્યક્ત કરીએ છીએ માળિયા માત્ર એક તાલુકો નથી અમારી જન્મભૂમી છે પૂર્વજોની વિરાસત છે બાળકોનું ભવિષ્ય છે 46 ગ્રામ પંચાયતોમાંથી લગભગ 28 ગ્રામ પંચાયતોને જેતપર તાલુકામાં અને બાકીની 18 ગ્રામ પંચાયતોને પીપળીય ચાર રસ્તા તાલુકામાં સામેલ કરવાનો પ્રસ્તાવ છે આ નિર્ણય અમલમાં આવે તો માળિયા તાલુકો સંપૂર્ણ રીતે નાબુદ કરશે જે જનતા માટે અસ્વીકાર્ય છે.
આ નિર્ણય ઐતિહાસિક ઓળખને મિટાવી દેશે અને એકતાને તોડી નાખશે
માળિયા મિયાણાના પ્રતિષ્ઠિત રાજવી પરિવારના વંશજ પૃથ્વીરાજસિંહજી કૃષ્ણકુમારસિંહજી જાડેજા (દરબારગઢ,માળિયા મિયાણા) એ પણ પ્રસ્તાવ સામે વિરોધ વ્યક્ત કર્યો છે તેમના પત્રમાં તેઓએ ભાવુક અપીલ કરી છે કે માળિયા તાલુકાનું વડું મથક અન્ય જગ્યાએ ફેરવવું એ માળિયાની અવહેલના અને અપમાન છે તેઓએ આમરણને નવો તાલુકો બનાવવા સમર્થન આપ્યું છે પરંતુ માળિયાનું મુખ્ય મથક બદલવા સામે વિરોધ વ્યક્ત કર્યો છે જેથી માળિયા મિયાણાને તાલુકા મુખ્ય મથક તરીકે જાળવી રાખવા માંગ કરી છે