સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, 15 જિલ્લાની 83 તાલુકા પંચાયતમાં અનામત બેઠકોની ફાળવણી
ગુજરાત રાજ્યમાં આગામી વર્ષે યોજાઈ શકે તેવી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજ્ય સરકાર અને ચૂંટણી પંચ દ્વારા મહત્વપૂર્ણ પ્રક્રિયાઓ શરૂૂ કરી દેવામાં આવી છે. આના ભાગરૂૂપે, જિલ્લા અને તાલુકા પંચાયતોની અનામત બેઠકોની ફાળવણી કરવામાં આવી છે.
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં 27 ટકા અનામત બેઠકોની ફાળવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયામાં નીચે મુજબની વિગતો સામે આવી છે. રાજ્યના 15 જિલ્લાની 83 તાલુકા પંચાયતની બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. ભરૂૂચ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા પંચાયતની અનામત બેઠકોની ફાળવણી કરવામાં આવી છે.આ ફાળવણી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આયોજન માટેનું એક મહત્વનું પગલું છે. અનામત બેઠકોનું માળખું જાહેર થતાં હવે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીની તૈયારીઓ અને ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાને વેગ મળી શકે છે.
ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે પણ અગાઉ 27 ટકા ઓબીસી અનામત અને 50 ટકા મહિલા અનામતની ફાળવણી કરી નવું માળખું જાહેર કરવામાં આવ્યું હતું. ચૂંટણી પંચ તરફથી આ બેઠકોની ફાળવણી થતાં હવે આગામી વર્ષે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની સંભાવના વધુ મજબૂત બની છે.