For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કૂતરાની વસ્તી કંટ્રોલ કરવા સ્થાનિક સંસ્થાને છૂટ, કેન્દ્રના આદેશ બાદ સરકાર એક્શનમાં

05:12 PM Feb 26, 2024 IST | Bhumika
કૂતરાની વસ્તી કંટ્રોલ કરવા સ્થાનિક સંસ્થાને છૂટ  કેન્દ્રના આદેશ બાદ સરકાર એક્શનમાં
  • અમલીકરણ અને મોનિટરિંગ માટે ઉચ્ચ કક્ષાની કમિટીની રચના

ગુજરાતમાં શ્વાન કરડવાની અસંખ્ય ઘટનાઓ સામે આવી રહી છે, જેને રોકવા માટે શ્વાનની વસતી પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્રના આદેશને પગલે રાજ્ય સરકારે અમલીકરણ અને મોનિટરીંગ માટે ઉચ્ચકક્ષાની એક કમિટીની રચના કરી છે, જે એનિમલ બર્થ ક્ધટ્રોલ રૂૂલ્સ 2023ને લાગુ પડે છે. સ્થાનિક તંત્રને પાવર આપીને પગલાં લેવાની છૂટ આપવાનો આશય છે.

Advertisement

રાજ્યના શહેરી વિકાસ વિભાગે એક આદેશમાં જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા જે રૂલ્સ બનાવવામાં આવ્યા છે તેનું અમલીકરણ કરવા માટે અર્બન ડેવલપમેન્ટ (હાઉસિંગ) સેક્રેટરીના અધ્યક્ષપદે 17 સભ્યોની એક કમિટની રચના કરવામાં આવી છે.

આ કમિટીમાં આરોગ્ય, પંચાયત, શહેરી વિકાસ,એનિમલ વેલફેર બોર્ડ (સેન્ટ્રલ ગવર્મેન્ટ, ગુજરાત સ્ટેટ એનિમલ વેલફેર બોર્ડ, ઇન્ડિયન વેટરનરી એસોસિયેશન, સ્ટેટ વેટરનરી કાઉન્સિલ, મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા અને તાલુકા પંચાયતના એક અધિકારી સભ્ય રહેશે.

Advertisement

આ કમિટીના સભ્યસચિવ તરીકે ગુજરાત સ્ટેટ એનિમલ વેલફેર બોર્ડના ઓફિસ ઇન્ચાર્જ કે જોઇન્ટ ડાયરેક્ટર કક્ષાના અધિકારી રહેશે. જોકે, એનિમલ વેલ્ફેર બોર્ડના પ્રતિનિધિ એનિમલ બર્થ ક્ધટ્રોલ પ્રોગ્રામ (નસબંધી અને રસીકરણ)ની અમલીકરણ એજન્સી રહી શકશે નહીં. આ કમિટીએ ઓછામાં ઓછા ત્રણ મહિનામાં એક વખત બેઠક કરવાની રહેશે.આ કમિટી સ્થાનિક સત્તાધિકારી સ્તરે પશુ જન્મ નિયંત્રણ મોનિટરીંક કમિટીની સ્થાપના કરશે. ડિસ્ટ્રીક્ટ પ્રમાણે પ્લાન બનાવશે. એટલું જ નહીં આ કમિટી સમગ્ર રાજ્યમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં શ્વાનની વસતી વ્યવસ્થાપનનું કામ કરશે. પશુ જન્મ નિયંત્રણ અને જન્મ નિયંત્રણ કાર્યક્રમ દરમ્યાન પશુઓ પરની ક્રુરતા અને જન્મના ઉલ્લંઘન નિયમો પર નિયંત્રણ રાખી ઉચિત કાર્યવાહી કરશે. રાજ્યમાં રખડતાં શ્વાનના ત્રાસની ઘટનાઓ વચ્ચે માનવ જાનહાનિ થાય છે તેને રોકવા કેન્દ્રએ એનિમલ બર્થ ક્ધટ્રોલ નિયમોને અસરકારક રીતે લાગુ કરવા જણાવ્યું છે. આ અગાઉ એનિમલ બર્થ ક્ધટ્રોલ રૂલ્સ 2001 અંતર્ગત શ્વાનની વસતી વ્યવસ્થાપન પદ્ધતિ માટે કાયદો ઘડવામાં આવ્યો હતો, પરંતુ તેનો અમલ થઇ શક્યો ન હતો. છેલ્લા બે દાયકાથી મોનિટરીંગ બંધ હતું. હવે નવા પસાર થયેલા નિયમો માનવ અને શ્વાન વચ્ચેના સંઘર્ષની ઘટનાઓ સંદર્ભે વધુ મહત્વ ધરાવે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement