મનપા દ્વારા ધંધો-રોજગાર શરૂ કરવા રૂા.2લાખ સુધીની લોન
એન.યુ.એલ.એમ. બેંકેબલ યોજનામાં 7 ટકા ઉપરના વ્યાજની સબસીડી
રાજકોટ મહાનગરપાલિકા પ્રોજેક્ટ શાખાના DAY-NULM દ્વારા શહેરના રોજગાર વાન્છુક લોકોને જાણ કરવામાં આવે છે કે, દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનાનાં સ્વ-રોજગાર બેંકેબલ યોજના (SEP-I) ઘટક હેઠળ ધંધો-રોજગાર શરૂૂ કરવા માટે રૂૂ.2,00,000/-ની મહત્તમ મર્યાદામાં રાષ્ટ્રીયકૃત બેંક મારફત ધિરાણ મળવાપાત્ર છે તથા આ યોજનાના લાભાર્થીને 7%થી વધુ વ્યાજ ઉપર વ્યાજ સબસીડી મળવાપાત્ર છે. આ યોજનાનો લાભ લેવા માટે સુવર્ણજયંતી શહેરી રોજગાર યોજનાનું બી.પી.એલ.કાર્ડ, બી.પી.એલ., રેશનકાર્ડ, આવાસના લાભાર્થી તથા અનુ,જાતિ, અનુ, જનજાતિના લાભાર્થીઓ તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-આયુષ્યમાન ભારત કાર્ડ ધરાવતા લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળી શકે. ભારત સરકાર પુરસ્કૃત આ યોજનામાં શહેરી ગરીબોને ધંધા-રોજગાર શરુ કરવા અથવા રોજગારના વિકાસ માટે લાભ આપવામાં આવે છે. લોનમાં 7%થી ઉપરના વ્યાજની સબસીડી તરીકે સહાયતા પ્રાપ્ત થાય છે. લોન ભરપાઈ કરવાનો સમયગાળો 5 વર્ષથી 7 વર્ષ રહેશે.
આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા લાભાર્થીઓને કચેરીના કામકાજના દિવસો દરમ્યાન ડો.આંબેડકર ભવન NULM-CELL રાજકોટ મહાનગરપાલિકા, ઢેબરભાઈ રોડ, ક્રેડીટ સોસાયટીની ઉપર,પ્રથમ માળ ખાતે સંપર્ક કરવો.