live: અમદાવાદમાં PM મોદીનો રોડ શો: વડાપ્રધાનનું સ્વાગત કરવા લોકો બિલ્ડિંગ પર ચડ્યા
06:07 PM Aug 25, 2025 IST
|
Bhumika
Advertisement
Advertisement
PM મોદી 25 અને 26 ઓગસ્ટ એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. આજે નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પરથી નિકોલમાં આયોજિત રોડ શૉ માટે રવાના થયા હતાં. pm મોદીએ નરોડા હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી રોડ શો કર્યો. ત્યાર બાદ સભા યોજશે. જેમાં 5477 કરોડનાં વિકાસકાર્યાના લોકાર્પણ-ખાત મુહૂર્ત કરશે. એને પગલે સમગ્ર નિકોલ વિસ્તારમાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
https://www.facebook.com/share/v/19V4KvYDqT/
વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાતને પગલે અમદાવાદમાં ઍરપોર્ટથી માંડીને નિકોલ-ખોડલધામ સુધી રોડ શો યોજવાની સજ્જડ તૈયારી કરાઈ છે. આ સમગ્ર રસ્તા પર સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ખાસ સ્ટેજ ઊભા કરાયા છે. પીએમ મોદી નિકોલમાં જનસભા સંબોધતા પહેલા હરિદર્શન ચાર રસ્તાથી લઈને નિકોલ ખોડલ ધામ ગ્રાઉન્ડ સુધી દોઢ કિ.મી. લાંબો રોડ શૉ કરશે.
Next Article
Advertisement