સાંજે સચેત-પરંપરાની લાઇવ કોન્સર્ટ, બોલિવૂડ મ્યુઝિકલ નાઇટ
મહાનગરપાલિકાની 52મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે આયોજન, શહેરીજનોને પધારવા આમંત્રણ
રાજકોટ મહાનગરપાલિકા પોતાની સ્થાપનાની 52મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂૂપે શહેર માટે વિશેષ સાંસ્કૃતિક ભેટ તરીકે એક અનોખું સંગીતમય મહેફિલનું આયોજન કરી રહી છે. તા.19/11/2025, બુધવાર, રાત્રે 8:00 વાગ્યે, કવિ રમેશ પારેખ રંગ દર્શન, રેસકોર્ષ ખાતે સુપ્રસિદ્ધ બોલિવૂડ સિંગર સચેત પરંપરાનું લાઈવ ક્ધસર્ટ બોલીવૂડ મ્યુઝિકલ નાઈટ યોજાશે. જે અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ હતી.
આ પત્રકાર પરિષદમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા અને સુપ્રસિદ્ધ બોલિવૂડ સિંગર સચેતપરંપરા ઉપસ્થિત રહ્યા હતા.
પત્રકાર પરિષદમાં સુપ્રસિદ્ધ બોલિવૂડ સિંગર સચેત પરંપરાએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા શહેરજનો માટે સાંસ્કૃતિક અને મનોરંજક કાર્યક્રમોનું આયોજન કરીને શહેરની પ્રગતિમય સફરને ઉજવે છે. આજે સાંજે સૌ શહેરીજનો પધારો અને આજની નાઈટને સંગીતમય બનાવીએ.
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્વારા શહેરીજનોને આ સુપ્રસિદ્ધ બોલિવુડ સિંગર સચેત અને પરંપરા પ્રસ્તુત ભવ્ય બોલિવુડ મ્યુઝિકલ નાઈટમાં યોજાનાર મેયર એવોર્ડ કાર્યક્રમ માણવા હાર્દિક નિમંત્રણ પાઠવેલ છે.
સચેત-પરંપરાને ફાફડા-જલેબી દાઢે વળગ્યા
રાજકોટ મનપા દ્વારા આયોજિત બોલીવુડ નાઇટના મુખ્ય ગાયક સચેત અને પરંપરા તથા ગાયક વૃંદના સભ્યોએ આજે સવારે રાજકોટના પરંપરાગત સવારના નાસ્તાની લુફત ઉઠાવી હતી. તેમણે સોશિયલ મીડીયામાં મુકેલા વિડીયોમાં ફાફડા, જલેબી, થેપલાની લિજજત માણતા નજરે ચડે છે. સાથે જ ફુડના વખાણ કરતા જોવા મળે છે. સમગ્ર સિંગસ અને મ્યુઝીક ટીમે કિશાનપરા ચોક નજીક એક રેસ્ટોરન્ટમાં સવારે નાસ્તો કર્યો હતો. ચાહકો પણ આ જાણીતા પ્લબેક સિંગર્સ સાથે સેલ્ફી પડાવવા માટે પડાપડી કરી હતી.