પાંચ જિલ્લાના 1971 લિસ્ટેડ ગુનેગારોની યાદી, 224 સામે કાર્યવાહી
28 ગુનેગારોને પાસા હેઠળ જેલ હવાલે અને 32ને હદપાર કરાયા, 50ના મકાનના ગેરકાયદેસર વીજજોડાણ કપાયા, 9 મકાનો ઉપર બુલડોઝર ફેરવાયું
ગુજરાત રાજયમાં અસામાજીક તત્વો વિરુધ્ધ કાર્યવાહી કરવા રાજય પોલીસ વડાની સુચના અન્વયે 100 કલાકના એજન્ડા મુજબ સૌરાષ્ટ્રના પાંચ જીલ્લા જેમાં રાજકોટ જીલ્લા ઉપરાંત મોરબી, જામનગર, સુરેન્દ્રનગર,દેવભૂમિ દ્રારકાના 1971 અસામાજીક તત્વોની યાદી તૈયાર કરી તેમની સામે કાયવાહી કરવામાં આવી હતી જેમાં રાજકોટ રેંજ આઈજી અશોકકુમાર યાદવની સુચનાથી સૌરાષ્ટ્રના પાંચ જીલ્લાના 28 લીસ્ટેડ ગુનેગારોને પાસા, 32ને હદપાર કરવામાં આવ્યા હતા તેમજ પાંચ જીલ્લામાં વારંવાર ગુના આચનાર 224 સામે અટકાયતી પગલા લેવામાં આવ્યા હતા. ઉપરાંત પાંચ જીલ્લામાં લીસ્ટેડ અસામાજીક ગુંડા તત્વો દ્રારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ હોય તેવા કુલ 106 અસામાજીક ગુંડા તત્વોની મિલ્કતોની ચકાસણી કરી વહિવટી તંત્ર સાથે સંકલનમાં રહી કુલ 9 ઇસમોના બાંધકામ ગેરકાયદેસર જણાતા બાંધકામ તોડી પાડી તેઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ 2 ઇસમો વિરુધ્ધ એન.સી.દાખલ કરવામાં આવેલ છે.
ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય દ્વારા રાજ્યમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ લોકો સુરક્ષા અને સલામતી અનુભવે તે માટે અસામાજીક ગુંડા તત્વો વિરૂૂધ્ધ શિક્ષાત્મક કાર્યવાહી થાય તે અન્વયે 100 કલાકના એજન્ડા અન્વયે સૌરાષ્ટ્રના પાંચ જીલ્લા જેમાં રાજકોટ જીલ્લા ઉપરાંત મોરબી, જામનગર, સુરેન્દ્રનગર,દેવભૂમિ દ્રારકામાં વારંવાર ગુના આચરતા 1917 અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવામાં આવેલ છે જે તમામ સામે રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ બે દિવસથી કડક કાર્યવાહી શરૂૂ કરવામાં આવી હતી. જેમા 224 સામે અટકાયતી પગલા,28ને પાસા, 32ને હદપાર કરી જીપીએક્ટ-135 ના 4 કેસો કરવામાં આવેલ છે આ ઉપરાંત ગેરકાયદેસર ખાણ ખનીજ કરતા અસામાજીક ગુંડા તત્વો ઉપર કાર્યવાહી કરવા સારૂૂ કુલ 6 સામે ખાણ ખનીજ વિભાગને સંકલનમાં રાખી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.રાજકોટ રેન્જના આઈજીપી અશોકકુમાર યાદવે જણાવ્યું કે જે શખ્સોની યાદી બનાવાઈ છે તેના સિવાયના શખ્સો પણ જો કોઇ લુખ્ખાગીરી કે ગેરકાયદે પ્રવૃત્તિ કરતાં હશે તો તેમની સામે પણ કડક પગલાં લેવાશે. પોલીસની આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ જારી રાખવામાં આવશે.
બીજી તરફ રાજકોટ જિલ્લા પોલીસે જિલ્લામાં આવતાં 23 પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા 340 શખ્સોની યાદી તૈયાર કરી છે. જેમાંથી જે કોઇ શખ્સે ગેરકાયદે બાંધકામ કર્યું હોય, સરકારી જમીન ઉપર દબાણ કર્યું હોય, ગેરકાયદે વીજ જોડાણ મેળવ્યું હોય.
ગેરકાયદે કરવામાં આવી હતી. આ ઉપરાંત અગાઉના ગુનાઓમાં જામીન મળ્યા બાદ ગુનાઓ આચર્યા હોય તો જામીન રદ કરાવવાની કાર્યવાહી પણ શરૂૂ કરી છે. ભાડુઆત અંગે પોલીસમાં રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો તે બાબતે પણ કાર્યવાહી હાથ ધરી છે. જીલ્લાના માથાભારે અને અસામાજિક તત્વો વિરૂૂધ્ધ પાસા, હદપારીના 3 કેસ, 12 શખ્સો વિરૂૂધ્ધ પ્રોહી-93ના, બીએનએસની કલમ 141 મુજબની કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લામાં આવેલા ગેરકાયદે બાંધકામ અને દબાણ દૂર કરવા માટે જે તે વિભાગ સાથે સંકલનમાં રહી કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લાનાં તમામ પોલીસ મથકોના વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ રાખી અસામાજિક પ્રવૃત્તિ કરતાં શખ્સો સામે જીપી એક્ટ 135 મુજબ 21 કેસ, એમવી એક્ટ 185 હેઠળ 7 કેસ, પ્રોહીબીશનના 86 કેસ, જુગારધારાના 6 કેસ અને એનડીપીએસનો 1 કેસ કરવામાં આવ્યો છે.