રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મીઠાના જથ્થાની આડમાં આવતો 33.84 લાખનો દારૂ ઝડપાયો

04:59 PM Feb 28, 2024 IST | Bhumika
Advertisement

કાલાવડ રોડ પર આવેલી પાઠક સ્કૂલ સામેથી બાતમીને આધારે મેટોડા પોલીસે એક પિકઅપ વાહનને રોકી તેમાંથી તલાશી લેતા 33,840 દારૂૂની નાની બોટલ રૂૂ.33.84 લાખની મળી આવી હતી.આ દારૂૂનો જથ્થો આરોપીઓએ મીઠાની થેલીની આડમાં સંતાડયો હતો તેમજ ત્રણ આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા આ દારૂૂનો જથ્થો મોકલનારનું નામ રાહુલ હોવાનું જણાવ્યું હતું.તેમજ આ દારૂૂ અમરેલીના શખ્સે મંગાવ્યો હતો.

Advertisement

જાણવા મળતી વિગતો મુજબ,મેટોડા જીઆઇડીસી પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.એ.ગોહિલની રાહબરી હેઠળ ટીમ ખાનગી વાહનમાં નાઈટ પેટ્રોલિંગમાં હતી.દરમિયાન હેડ કોન્સ્ટેબલ યોગીરાજસિંહ જાડેજાને એવી બાતમી મળી હતી કે, મેહુલ ઉર્ફે લાલો નામનો શખ્સ પીકઅપ વાહનમાં મીઠાની પ્લાસ્ટિકની કોથળીઓની આડમાં રાજકોટથી કાલાવડ તરફ દારૂૂના મોટા જથ્થાની હેરફેર કરી રહ્યો છે. જેથી ગોંડલ સર્કલ પીઆઇ એ.જી.રાઠોડના માર્ગદર્શન હેઠળ મેટોડા પોલીસે અહીં વોચ ગોઠવી હતી.દરમિયાન કાલાવડ રોડ પર પાઠક સ્કૂલ પાસેથી શંકાસ્પદ પીકઅપ વાહન પસાર થતાં પોલીસે આ વાહનને અટકાવ્યું હતું.

પીકઅપ વાહનની તલાસી લેતા તેમાં મીઠાની કોથળીઓ રાખેલી હોય જે કોથળીઓ ઊંચકાવી જોતા તેની નીચે કાળા કલરની તાડપત્રી હતી જે તાડપત્રી હટાવતા દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો.વાહનમાંથી કુલ 33,840 દારૂૂની કવાર્ટર બોટલ કિં.રૂા.33.84 લાખનો જથ્થો શોધી કાઢયો હતો દારૂૂના આ જથ્થા સાથે પોલીસે અમરેલીના જેસીંગપરામાં રહેતા મેહુલ ઉર્ફે લાલો રમેશભાઈ ચાવડા તથા જીમિત શંકરલાલ પટેલ (રહે. અમદાવાદ),ગજસેન હરિલાલ માંજી (રહે.પ્રયાગરાજ, યુપી)ને ઝડપી લીધા હતા.દારૂૂનો આ જથ્થો, મીઠાની 190 કોથળીઓ,તાડપત્રી, મોબાઈલ ફોન અને વાહન સહિત કુલ 43.94 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કરી પકડાયેલા ત્રણેયની પૂછતાછ કરી હતી.
પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે,દારૂૂનો જથ્થો મેહુલ ઉર્ફે લાલાએ મંગાવ્યો હતો.જ્યારે પકડાયેલા અન્ય બંને આરોપીઓ ડ્રાઇવર છે દારૂૂનો આ જથ્થો મુકેશ વસૈયા અને રાહુલ નામના આરોપીએ સપ્લાય કર્યો હોવાનું સામે આવ્યું છે.મેટોડા જીઆઇડીસી પોલીસે પાંચ વ્યક્તિ સામે ગુનો નોંધી અન્ય બંને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.આ કામગીરીમાં પીએસઆઇ કે.એ.ગોહિલની રાહબરીમાં હેડ કોન્સ. છત્રપાલસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજા, મયુરસિંહ ઝાલા,કોન્સ.લક્કિરાજસિંહ જાડેજા, રાજદિપસિંહ ગોહિલ,રવુભાઇ ગીડા,જસમતભાઇ માનકોલીયા,નિતિનભાઇ મકવાણા અને સુભાષભાઇ લાવડીયા સાથે રહ્યા હતાં.

Tags :
crimegujaratgujarat newsliquorrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement