For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દારૂ વેચનારને 10 તથા પીનાર અને પીવડાવનારને પ હજારનો દંડ થશે

05:18 PM Mar 03, 2025 IST | Bhumika
દારૂ વેચનારને 10 તથા પીનાર અને પીવડાવનારને પ હજારનો દંડ થશે

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં વસતા આદિવાસી સમાજ શિક્ષણ મેળવી પગભર બને અને યુવાનો વ્યસનમુક્ત બને તે માટે ઈકબાલ ગઢ ખાતે સમાજની બેઠક મળી હતી. જેમાં સમાજમાંથી બદીઓ દૂર કરવા માટે બંધારણ ઘડવામાં આવ્યું હતુ.

Advertisement

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ઈકબાલગઢ ખાતે મળેલી બેઠકમાં આદિવાસી સમાજના બાળકો શિક્ષિત બને અને યુવાનો વ્યસનમુક્ત બને તે માટે સામાજિક બંધારણ ઘડવામાં આવ્યું છે જે અંતર્ગત દારૂૂ ગાળીને વેચાણ કરતા પકડાયેલા વ્યક્તિને રૂૂ. 10 હજારનો દંડ ફટકારવાની જોગવાઈ કરવામાં આવી છે. આ સિવાય દારૂૂ પીનાર અને પીવડાવનારને પણ 5 હજારનો દંડ ફટકારવામાં આવશે.

આ ઉપરાંત સમાજ બાળકો શિક્ષિત બને તે ખાતર તેમને બાળ મજૂરી પર ના મોકલવા માટે પણ નિયમ બનાવવામાં આવ્યા છે. જે અંતર્ગત જો કોઈ પરિવાર પોતાના બાળકને બાળ મજૂરી કરવા મોકલશે, તો તેની પાસેથી પણ 5 હજાર રૂૂપિયાનો દંડ વસૂલવાનો સર્વાનુંમતે નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ સમાજમાં રહેલા કુરિવાજો દૂર કરીને શિક્ષણનો વ્યાપ વધારવાની દિશામાં પગલા લેવા આહવાન કરવામાં આવ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement