દારૂના હપ્તા IPS સુધી પહોંચે છે; ભાજપના વધુ એક નેતાએ બોંબ ફોડયો
ગુજરાતમાં કયાં કયાં દારૂ મળે છે એવો કોઇ પ્રશ્ર્ન પૂછે તો આપણે સામે પૂછી શકીએ કે કયાં નથી મળતો ?
ગામડાઓમાં વાડીઓ-ફાર્મ હાઉસોમાં મહેફિલો જામે છે, લગ્નોમાં પણ "બધી જ” વ્યવસ્થા
"ભાજપના સિનિયર નેતા ડો. ભરત કાનાબારે CMથી માંડી PM સુધીનાને ટેગ કરી મુકેલી પોસ્ટથી ખળભળાટ”
ગુજરાતમા દારૂ-ડ્રગ્સના મૂદે કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વચ્ચે જુબાની જંગ છેડાયા બાદ હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ રાજયભરમા ડ્રગ્સ અને દારૂના મુદે આંદોલનો શરૂ કર્યા છે ત્યારે ભાજપના વધુ એક નેતા અમરેલીનાં ડો. ભરત કાનાબારે પણ આ વિવાદમા ઝુકાવ્યુ છે અને દારૂબંધી અંગે સવાલો ઉઠાવવા સાથે જીજ્ઞેશ મેવાણી ઉપર પણ પ્રહારો કર્યા છે.
ભાજપના જુના જોગી ડો. કાનાબારે તેની સોશિયલ મીડિયા પોસ્ટમા વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ભાજપ પ્રમુખ જગદીશ પંચાલ, પૂર્વ પ્રમુખ સી. આર . પાટીલને પણ ટેગ કર્યા છે.
ભાજપ નેતા ડોકટર કાનાબારે સોશિયલ મીડિયા પોસ્ટમા લખ્યુ છે કે , ગુજરાતમાં "ભાંગીતૂટી" દારૂૂબંધી અમલમાં છે તો પણ તેના ફાયદા છે. ગુજરાતમાં રાત્રે પણ બહેનો ડર વગર નીકળી શકે છે તેનું મુખ્ય કારણ દારૂૂબંધી છે.
દારૂૂબંધી માટે "ભાંગી તૂટી"શબ્દ વાપર્યો છે કારણ કે ગુજરાતમાં ક્યાં ક્યાં દારૂૂ મળે છે એવો કોઈ પ્રશ્ન પૂછે તો આપણે તેને સામે પ્રશ્ન પૂછી શકીએ કે દારૂૂ ક્યાં નથી મળતો ?ગુજરાતમાં દારૂૂ પીવાનું વધતું જતું ચલણ એ રાજકીય નહિ પણ સામાજિક સમસ્યા છે. ચિંતાની વાત એ છે કે આજથી 30-40 વર્ષ પહેલા દારૂૂ માટે જે સામાજિક છોછ હતો તે ઘટતો જાય છે. હવે દિવાળીમાં અને તહેવારોમાં ગામડાઓમાં પણ વાડીઓમાં -ફાર્મ હાઉસોમાં દારૂૂની મહેફિલો જામે છે. લગ્નોમાં પીવાવાળા માટે કેટલાક યજમાનો ગૌરવ લેતા હોય તેમ આમંત્રણ આપે છે કે "બધી જ” વ્યવસ્થા રાખી છે એટલે ખાસ આવજો!
દારૂૂ પીવાવાળાને સહેલાઈથી દારૂૂ મળે તે માટે તેની સાથે સંકળાયેલા ધંધાર્થીઓ અને કેટલાક પોલીસ કર્મચારીઓ દિવસ રાત "મહેનત” કરે છે. જયારે ગરીબ શ્રમિકો દારૂૂના રવાડે ચડે છે ત્યારે પાછળ તેનો પરિવાર રિબાય છે, તેમના સંતાનો ભણતર અને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહી જાય છે.ગેરકાયદેસર દારૂૂના આ વેપલાના હપ્તા ઈંઙજ અધિકારીઓ સુધી પહોંચે છે, પણ આ કાળી કમાણી કરવાવાળા ભૂલી જાય છે કે ગરીબ પરિવારના ડુસકા, નિસાસા અને હાય સાથે આવેલ આ ધન અંતે તો તેમને અને તેમના પરિવારને ભરખી જશે.
મેવાણીની લડાઇ સમાજના હિતમાં પણ ઉદેશ્ય માત્ર રાજકીય
ડોકટર કાનાબારે લખ્યુ છે કે જીગ્નેશ મેવાણીની ગેરકાયદેસર ચાલતા દારૂૂના કારોબાર સામેની લડાઈ સમાજના હિતમાં છે પણ તેમનો ઉદ્દેશ માત્ર ને માત્ર રાજકીય છે. તેમને કદાચ ખબર નહિ હોય કે દેશમાં દારૂૂબંધી અમલમાં હોય તેવા મોટા બે રાજ્યો બિહાર અને ગુજરાતમાં ભાજપ સત્તા પર છે. દેશમાં કોંગ્રેસ શાસિત ત્રણ રાજ્યો -કર્ણાટક, હિમાચલ પ્રદેશ અને તેલંગાણામાં દારૂૂબંધી નથી. દારૂૂના દુષણ સામે મેવાણી ખરેખર ગંભીર હોય તો તેમના પક્ષની સરકારો છે ત્યાં દારૂૂબંધીનો અમલ કરાવવાની મહેનત કરે.