જામનગર શહેર અને કાલાવડમાં દારૂ અને ત્રણ સ્થળે દરોડા
જામનગર શહેર અને કાલાવડ પંથકમાં ગઈકાલે દારૂૂ અંગે 3 સ્થળે દરોડા પાડ્યા હતા, અને 3 આરોપીઓની અટકાયત કરી લઈ 56 નંગ ઇંગલિશ દારૂૂની બાટલી નો જથ્થો કબજે કર્યો છે. જ્યારે એક આરોપીને ફરારી જાહેર કરાયો છે.
સૌપ્રથમ દરોડો જામનગરમાં શંકર ટેકરી વણકર સમાજની વાડી પાસે રહેતા દિવ્યેશ ઉર્ફે દિવલો મનસુખલાલ ચૌહાણ ના મકાન પર પાડવામાં આવ્યો હતો. જેના રહેણાંક મકાનમાંથી છ નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલી નો જથ્થો મળી આવ્યો હતો. જે દારૂૂ સાથે આરોપી દિવ્યેશ ચૌહાણની પોલીસે અટકાયત કરી લીધી છે.
આ ઉપરાંત શંકર ટેકરી સિદ્ધાર્થ નગર વિસ્તારમાં રહેતા સાહીલ ઉર્ફે ગોપાલ કૈલાસભાઈ ગોહિલ ના ઈંગ્લીશ દારૂૂનો બીજો દરોડો પાડવામાં આવ્યો હતો જ્યાં રહેતા સાહિલ ગોપાલ કૈલાશભાઈ ગોહિલ ના મકાન પર દરોડો પાડી મકાનમાંથી 24 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલી નો જથ્થો કબજે કર્યો હતો. જે આરોપી હાલ ભાગી છૂટ્યો હોવાથી પોલીસ તેને શોધી રહી છે.
ઈંગ્લીશ દારૂૂ નો ત્રીજો દરોડો જામનગર- કાલાવડ હાઈવે રોડ પર સુરસાંગ ગામના પાટીયા પાસે પાડવામાં આવ્યો હતો. ત્યાંથી કાર લઈને નીકળેલા લોધીકા ગામના ગૌતમ સુરેશભાઈ જાદવ અને મહેન્દ્ર હેમુભાઇ દેગામાં ને પોલીસે અટકાયતમાં લઈ લીધા હતા, અને તેઓની પાસેથી 24 નંગ ઇંગ્લિશ દારૂૂની વાટલી અને કાર સહિત રૂૂપિયા 2,62,500 ની માલમતા કબજે કરી છે.