બગસરાના હામાપુર ગામે સિંહોનો આતંક, પાંચ ગાય-શ્ર્વાનનું મારણ
રાત્રિના અવાર-નવાર ગામમાં સિંહો ઘૂસી જતા હોવાથી લોકોમા ફફડાટ
બગસરાના હામાપુર ગામે રાત્રિ દરમિયાન સિંહો દ્વારા એકી સાથે પાંચ ગાયો અને એક સ્વાનનું મારણ કરવામાં આવ્યું હતું ત્યારે આ માર્ગ શહેરના મુખ્ય માર્ગ જેવા તો બસ સ્ટેશન જેવા વિસ્તાર માં કરેલું હોવાથી લોકોમાં ભયનો માહોલ ઊભો થઈ ગયો છે જ્યારે આ ગામમાં છાસવારે આવા બનાવો બનતા જોવા મળી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા સિંહને આ ગામથી દૂર ખદેડવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે.
જયારે ગઈકાલે રાત્રે દરમિયાન આ મારણ કરવામાં આવ્યું હતું જેના લીધે લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે જ્યારે આ બાબતની જાણ જાગૃત નાગરિક દ્વારા વન તંત્ર ને કરવામાં આવતા વન તત્ર ત્યાં દોડી આવેલ હતું અને આ તમામ મારણ ને ત્યાં થી ખસેડી દેવામાં આવ્યું હતું જયારે આ ગમાંથી જંગલ વિસ્તાર ખુબ નજીક આવેલ હોવાથી આવા બનાવો છશવારે જોવા મળતા હોય છે. જયારે ગઈ કાલના બનાવ શહેરની એક દમ માધ્યમાં બસ સ્ટેશન વિસ્તારમાં મારણ કરેલું હોવાથી લોકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો છે અને લોકોમાં માંગ ઉઠી છે કે આ સિંહને તાત્કાલિક આ ગામોથી દૂર જંગલ તરફ ખદેડવામાં આવે.