For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગીરગઢડાના કાકડી મોલી ગામે ખેડૂતને ફાડી ખાતી સિંહણ

01:16 PM Mar 05, 2025 IST | Bhumika
ગીરગઢડાના કાકડી મોલી ગામે ખેડૂતને ફાડી ખાતી સિંહણ

અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓના હિંંસક હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. તાજેતરમાં ધારીના રાજસ્થળી ગામે દીપડાએ બાળકને ફાડી ખાધા બાદ હવે ગીરગઢળાના કાકડીમોલી ગામે એક સિંહે ખેડૂતને ફાડી ખાતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે.

Advertisement

અમરેલી જિલ્લામાં માનવ મૃત્યુના બનાવો સતત વધી રહ્યા છે સિંહ દીપડા સહીત વન્યપ્રાણીઓ દ્વારા હુમલાઓ કરવાની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે મોડી રાતે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકો અને ગીર સોમનાથ જિલ્લામાં આવેલ ગીર ગઢડા તાલુકા વચ્ચે આવેલ કાકડી મોલી ગામ અને ટીંબી વિસ્તારની સીમ વિસ્તારમાં ખેડૂત મંગાભાઇ બોઘાભાઈ બારૈયા નામના ખેડૂત ઉપર વાડી વિસ્તારમાં સિંહણ આવી હુમલો કર્યો દૂર સુધી આ ખેડૂતને ઢસડી શિકાર કર્યો સ્થાનિક લોકોએ વનવિભાગને જાણ કરતા જાફરાબાદ વનવિભાગ જસાધાર વનવિભાગ આસપાસના રેન્જ વિસ્તારનો વનવિભાગનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચતા સિંહણ મૃતદેહ ઉપર ચડી શિકાર કરી રહી હતી.

આ વચ્ચે વન વિભાગે મૃતદેહ છોડાવવા પ્રયાસ કર્યા પરંતુ સિંહણ આક્રમણ સ્વરૂૂપ ધારણ કરી ગુસ્સામાં હોવાથી વનવિવભાગ દ્વારા જેસીબીની મદદ લઈ મૃતદેહ છોડાવ્યો હતો,વનવિભાગ દ્વારા મૃતદેહનો કબ્જો મેળવી ઉના હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા બાદ ઘટના સ્થળ શેત્રુંજી ડિવિઝન ડીસીએફ જયન પટેલ,એસીએફ વિરલ સિંહ ચાવડા સહીત વનવિભાગનો અલગ અલગ રેન્જ અધિકારીની મોટો કાફલો સીમ વિસ્તારમાં પહોંચ્યા બાદ સિંહણનું લોકેશન મેળવી મેગા ઓપરેશન હાથ ધર્યું આ ઓપરેશનમાં સિંહણને ઈંજેકશન મારી બેભાન કરી સિંહણને દબોચી લીધી અને પાંજરે પુરવામાં સફળતા મળી હતી જેના કારણે સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.સિંહણ દ્વારા ખેડૂત ઉપર હુમલો કર્યા બાદ સિંહણે તેમનો શિકાર હોય તેનો માલિક વનરાજા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા વનવિભાગ દ્વારા ગણતરીના કલાકોમાં સિંહણને ઝડપી પાડી ઓપરેશન પાર પાડયું હતુ.સ્થાનિક લોકોએ અંધારામાં રાત્રીના સમયે એકલા વ્યક્તિએ અવર જ્વર ન કરવા પણ અપીલ કરવામાં આવી હતી .

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement