કો.સાંગાણીના નવી ખોખરી ગામે સિંહણે ઘેટાં-બકરાંનું કર્યુ મારણ
સિંહણ વધુ જાનહાની ના કરે માટે વન વિભાગ સતત પેટ્રોલિંગ કરી રહ્યું છે
કોટડાસાંગાણી તાલુકાના નવી ખોખરીમા એક મહિનાથી સિંહણે વીડીમા રહેઠાણ કરેલ હોય તેવું જાણવા મળેલ છે જેમાં ફોરેસ્ટ દ્વારા લોકોને મોટીવેટર કરવામાં આવેલ કે સિંહણથી બચવા માટે સુચના આપવામાં આવી છે કે જે સિંહણ લોકોને ટોળા ન વળવા અને લાઈટ ઉપર ન કરવી અને ગાડી લઈને સામે જવું નહીં અને માલ ઢોરને ખુલ્લામાં ન રાખવા અને ખાદાકીય વસ્તુ બહાર ફેકવી નહીં અનેક સૂચનાઓ તંત્ર દ્વારા લોકોને આપવામાં આવી છે છેલ્લા એક મહિનાથી ખોખરીની વીડીમાં સિંહણે રેઠાણ કરેલ હોય તેવું જાણવા મળી રહ્યું છે અને આ સિંહણને પકડવા માટે કોઈ મંજૂરી મળેલ નથી તંત્રને પૂછવામાં આવેલ કે આ સિંહને પકડવા માટે અમારી પાસે મંજૂરી નથી અને તંત્ર દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
જેમાં ખોખરીની સીમમાં એક બકરાનો મારણ કરવામાં આવેલ અને ઘેટાનો પણ મારા કરવામાં આવેલ જે ઘેટાનું મરણ કરતું હોય તેવી પણ તસવીર સામે આવી છે અને એક બકરાનો પણ મરણ કરેલ હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે નિલેશભાઈ લખાભાઇ ચોરીયા તેનું ઘેટાનું માલણ કરેલ અને શૈલેષભાઈ આંબાભાઈ ભરવાડ તેમનો બકરાનો માલણ કરેલ હોય તેવું જાણવા મળી રહ્યું છે તંત્રને પણ જાણ કરવામાં આવેલ અને તંત્ર ધટના સ્થળે પહોંચીને જે પણ કાર્યવાહી કરવાની હોય તે પણ કાર્યવાહી કરવામાં આવેલ છે હજુ આ પણ સિંહણ કોઈ પણ જાનહાનિ નો થાય તેવું પણ તંત્ર દ્વારા સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે
