ગીરગઢડામાં સિંહણ અને સિંહબાળના પાણીના હોજમાં ડૂબી જવાથી મોત
ગીર સોમનાથના ગીર ગઢડામાં સિંહણ અને સિંહ બાળનું મોત નિપજ્યાના સમાચાર સામે આવી રહ્યા છે. રસુલપરામાં પાણીના હોજમાં ડૂબવાથી સિંહના મોત થયા હોવાની વિગતો મળી રહી છે.મળતી માહિતી મુજબ, ગીર ગઢડાના રસુલપરામાં પાણીના હોજમાં ડૂબવાથી સિંહણ અને સિંહ બાળનું મોત થયું છે. જાણવા મળી રહ્યું છે કે, રસુલપરામાં પાણીના હોજમાં ડૂબી રહેલા સિંહ બાળને બચાવવા જતા સિંહણ કૂદી હતી.હોજના ઊંડા પાણીમાં ડૂબવાથી સિંહણ અને સિંહ બાળનું મોત થયું છે. સિંહણ અને સિંહ બાળના મૃતદેહને એનિમલ કેર સેન્ટર લઇ જવામાં આવ્યો છે. આંબાના બાગમાં આવેલ પાણીના હોજમાં સિંહ બાળ ડૂબ્યું હતું. સિંહ બાળને બચાવવા સિંહને પણ ઊંડા પાણીના હોજમાં છલાંગ લગાવી હતી.
બંનેએ જીવ બચાવવા પ્રયત્ન કર્યા છતાં બચી શક્યા ન હતા. સિંહણ અને સિંહ બાળના મૃતદેહ પાણીના ઊંડા કૂવામાં તરતા હોવાની બગીચાના માલિકે વન વિભાગને જણ કરવામાં આવી હતી. વન વિભાગે ઘટનાસ્થળે દોડી આવી પાણીના હોજમાં તરતા સિંહણ અને સિંહ બાળના મૃતદેહને બહાર કાઢી જશાધાર એનિમલ કેર સેન્ટર ખાતે લઇ જવાયો છે. રસુલપરા ગામ ગીર જંગલ વિસ્તાર નજીકનું હોવાથી અહીંયા વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે. ત્યારે વન વિભાગની કામગીરીઓ પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.