ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સાવરકુંડલાના થોરડીમાં સિંહે માસુમ બાળકને ફાડી ખાધો

11:46 AM Jun 26, 2025 IST | Bhumika
Advertisement

શ્રમિક પરિવારના પાંચ વર્ષના દીકરાને સિંહ વાડીથી 200 મીટર દૂર ઢસડી ઝાડીમાં લઇ ગયો, માત્ર ખોપરી જ હાથ લાગી

Advertisement

સાવરકુંડલા તાલુકાના થોરડી અને રાજુલાની બોર્ડર વિસ્તારમાં એક દુખદ ઘટના બની છે. મધ્યપ્રદેશના ખેત મજૂર પરિવાર સાથે રહેતા 5 વર્ષના બાળક ગુલસિંગ હરિલાલ અજમેરાને સિંહે વાડીથી 200 મીટર દૂર ઝાડીમાં ઢસડી જઈને શિકાર બનાવ્યો હતો અને ફાડી ખાધો હતો. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જી દીધો છે. ત્યારે વન વિભાગે સિંહને ટ્રેન્ક્યુલાઈઝર દ્વારા તેને નિષ્ક્રિય કરીને ગણતરીના કલાકમાં પાંજરે પુરવામાં સફળતા મળી છે.

સાવરકુંડલા તાલુકાના થોરડી ગામની સીમમાં આવેલા ખેડૂત અશોકભાઈ રતીભાઈ બરવાળીયાની વાડીમાં ભાગ્યા ખેત મજૂરી તરીકે આ પરિવાર કામ કરતો હતો આ દરમિયાન સિંહ આવી જતા માસૂમ બાળક ગુલસિંગ હીરાલાલ અજમેરા 5 વર્ષ મધ્યપ્રદેશ રાજ્યના રેહવાસી હતા, સિંહ દ્વારા ઉઠાવી 200 મીટર કરતા વધુ અંતર સુધી ઢસડી પરિવાર દ્વારા બચાવવા માટે પ્રયાસ કરતા સિંહ સામે હુમલાનો પ્રયાસ કરતા પરિવાર ડરી ગયો હતો.

ત્યારબાદ બાવળની કાંટાળી ઝાડીમાં લઈ જઈ શિકાર કર્યો હતો. વનવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી બાળકની માત્ર ખોપરી મળી આવી હતી. જેને પીએમ માટે સાવરકુંડલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ વનવિભાગની અલગ અલગ ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી.

મૃતકના પિતા હીરાભાઈ અજમેરાએ જણાવ્યું હતું કે, બપોરે અઢી વાગે છોકરા રોટલો ખાવા જતા હતા.
એક છોકરાને (સિંહ)ઉપાડી લઈ ગયો. મારા ઘરના બિયારણ લગાડતા હતા. હું વાડીયે રોટલો ખાવા જતાં પાછળથી સિંહ આવ્યો, અમે પાછળ દોડ્યા તો સિંહ અમારી પાછળ દોડ્યો પછી મુક્યો નહિ. અમે શેઠને ફોન કર્યો. આપડા છોકરાને સિંહ ઉપાડી લઈ ગયો છે.

બાળકના હુમલા સ્થળે જ સિંહને ટ્રેક કરવામાં આવ્યો અને ટ્રેન્ક્યુલાઈઝર દ્વારા તેને નિષ્ક્રિય કરીને પાંજરે પુરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં વનવિભાગે ગણતરીની કલાકોમાં જ સફળતા મેળવી હતી, જે માનવ મૃત્યુની ઘટનામાં એક મોટી સિદ્ધિ ગણાય છે.સિંહને એનિમલકેર સેન્ટર ખસેડાયો પાંજરે પુરાયેલા સિંહને વધુ તપાસ અને દેખરેખ માટે એનિમલકેર સેન્ટર ખસેડવામાં આવ્યો છે. વનવિભાગે જણાવ્યું કે આ સિંહને માનવ વસાહતથી દૂર રાખવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે.

મધ્યપ્રદેશના ખેત મજૂર પરિવાર થોરડીની સીમ વિસ્તારમાં રહેતો હતો. બપોરે સિંહે પરિવાર વચ્ચેથી 5 વર્ષના ગુલસિંગને ઉપાડી લીધો અને ઝાળી જાખરામાં ઢસડી ગયો હતો. આ ઘટનાથી પરિવાર શોકમગ્ન છે.

8 મહિનામાં સિંહના 7 જીવલેણ હુમલાઓ, લોકોમાં ફફડાટ
ગીરના સિંહો માટે પ્રખ્યાત અમરેલી જિલ્લામાં છેલ્લા 8 મહિનામાં સિંહના હુમલાઓનો સિલસિલો યથાવત રહ્યો છે. આ સમયગાળામાં 7 જીવલેણ હુમલાઓમાં 6 લોકોના જીવ ગયા છે, જ્યારે કેટલાક ઘાયલ થયા છે. આ ઘટનાઓએ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જી દીધો છે અને વનવિભાગ માટે ચિંતાનો વિષય બન્યો છે.

Tags :
gujaratgujarat newslionSavarkundlaSavarkundla news
Advertisement
Next Article
Advertisement