For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખોડલધામ મંદિર નજીક સિંહ પહોંચી ગયા, સીસીટીવીમાં દેખાયા

12:16 PM Feb 17, 2024 IST | Bhumika
ખોડલધામ મંદિર નજીક સિંહ પહોંચી ગયા  સીસીટીવીમાં દેખાયા

રાજકોટ જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં અનેક વખતે સિંહ આવી ચડતા હોવાની ઘટના બનતી રહે છે. તેમજ સિંહના શિકારના વીડિયો વાયરલ થયા છે, ત્યારે જેતપુર નજીકના ગ્રામીણ વિસ્તારમાં શિકારની શોધમાં નીકળેલા સિંહ ઈઈઝટમાં કેદ થયો હતો, જેનો વીડિયો વાયરલ થયો છે.

Advertisement

જેતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહના આંટાફેરા હવે વધવા લાગ્યા છે. શિકારની શોધમાં જંગલ વિસ્તાર છોડી રેવન્યુ વિસ્તારમાં આવી પહોંચ્યા છે, ત્યારે ખોડલધામ મંદિર નજીક સિંહ સિંહ આવી ચડયો હતો. જોકે રાત્રિના સમયે રોડ પર વાહન ચાલકોની અવરજવર નહીવત રહેતી હોવાથી સિંહ મારણ માટે પશુઓ પાછળ પણ દોડ્યો હતો, પરંતુ મારણ કર્યું ન હતું. આ સમગ્ર ઘટના રોડ પરના ઈઈઝટ કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જે વીડિયો જેતપુર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વાયરલ થઈ રહ્યો છે.

આ સમગ્ર બાબતે ફોરેસ્ટ અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, વનરાજો પોતાની ટેરિટરી છોડીને શિકારની શોધમાં આ વિસ્તારમાં આવી ચડ્યાં છે. વન વિભાગ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.
હજુ વીસ દિવસ પહેલાં દેરડી ધરાળા વિસ્તાર માં ત્રાટકેલાં સિંહે બે ગાયોનું મારણ કર્યું હતું.ત્યાં આજે વહેલી સવારે દેરડી નજીક સિંહે દેખાડો દઇ વાછરડા નું મારણ કર્યુ હોય બનાવ નાં પગલે ફોરેસ્ટ વિભાગે સિંહ નું પગેરુ દબાવી કાર્યવાહી હાથ ધરીછે.

Advertisement

વહેલી સવારે દેરડીનાં ભદ્રેશભાઇ પરસોત્તમભાઈ દોંગા ની વાડીએ સિંહે વાછરડા નું મારણ કરતા ફરી સિંહ આવ્યાનાં પગલે ખેડુતો ભયભીત બન્યા છે.
ફોરેસ્ટ એચ.એમ.જાડેજાએ જણાવ્યું કે દેરડી, ધરાળા,ખંભાલીડા વિસ્તાર માં આટાફેરા કરી મારણ કરતો સિંહ કુંકાવાવ તરફથી આવી થોડા સમય બાદ પરત ફરેછે.હાલ કુંકાવાવ નાં રેવન્યુ વિસ્તાર માં આ સિંહ નો વસવાટ છે.ખાસ કરીને દીવાળી અને શિયાળા નાં સમય માં સિંહ ગોંડલ પંથક માં દેખાડો આપે છે.દેરડી પાસે વાછરડા નુ મારણ કરનાર સિંહ ફરી કુંકાવાવ તરફ ચાલ્યો ગયોછે.

Advertisement
Tags :
Advertisement
Advertisement