જૂનાગઢ નજીક રેલવે ટ્રેક પર સિંહ પરિવારનો અડીંગો
11:39 AM Dec 09, 2025 IST | Bhumika
જૂનાગઢના ગ્રોફેડ ફાટક નજીક મીટર ગેજ રેલ્વે ટ્રેક પર સિંહ પરિવારે અડીંગો જમાવ્યો હતો અને ટ્રેક પર આરામ કરતા જોવા મળ્યા હતા. આ અંગે જાણ થતા વન વિભાગના સ્ટાફે ત્યાં જઈ સિંહોને ટ્રેકથી જંગલ તરફ ખદેડયા હતા.
Advertisement
ગીર તેમજ અમરેલી જીલ્લામાં સિંહોના વસવાટ વિસ્તારમાંથી રેલ્વે ટ્રેક પસાર થાય છે. અગાઉ સિંહો ટ્રેનની હડફેટે આવી જવાથી મોતને ભેટયા હતા. હાઈકોર્ટના આદેશ બાદ રેલ્વે તેમજ વન વિભાગ આ બાબતે વધુ સક્રિય બન્યું હતું. તાજેતરમાં આવી ઘટનાઓ થોડી ઓછી થઈ છે.
જૂનાગઢના ગ્રોફેડ ફાટક નજીક મીટર ગેજ રેલ્વે ટ્રેક પર સિંહ પરિવારે અડીંગો જમાવ્યો હતો અને ટ્રેક પર જ આરામ કરતા સિંહ જોવા મળ્યા હતા. કોઈએ આ સિંહનો વિડીયો ઉતારી લીધો હતો. આ અંગે વન વિભાગને જાણ થતા સ્થળ પર જઈ સિંહોને રેલ્વે ટ્રેકથી દુર જંગલ તરફ ખદેડયા હતા.
Advertisement
Advertisement