For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઝળુંબતો ભય: ટેમ્પરરી ફાયર NOC તપાસ વગર મળવા લાગી

06:03 PM Oct 03, 2024 IST | Bhumika
ઝળુંબતો ભય  ટેમ્પરરી ફાયર noc તપાસ વગર મળવા લાગી
Advertisement

ટીઆરપી ગેમઝોન બાદ સરકાર દ્વારા ગેમઝોન સહિતના એકમો માટે કડક નિયમો બનાવી નવો એસઓપી જાહેર કરી તેની કડક અમલવારી કરવા માટે તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને સુચના આપી છે. પરંતુ સરકારે તમામ કામગીરી ઓનલાઈન શરૂ કરવામાટે પોર્ટલ ચાલુ કર્યુ હતું. જેમાં અવાર નવાર ખરાબી આવ્યા બાદ ગાડી માંડ માંડ પાટે ચડી છે ત્યારે ટેમ્પરરી ફાયર એનઓસી મેળવવા માટે અરજી કરનાર આસામીઓને તુરંત એનઓસી મળવા લાગતા મનપાનું ફાયર વિભાગ ધંધે લાગ્યું છે. કારણ કે, સ્થળ તપાસ કર્યા વગર તેમજ ફાયર વિભાગની જાણકારી બહાર ફાયર એનઓસી ઈસ્યુ થયા બાદ જો દુર્ઘટના ઘટે તો સમગ્ર દોષનો ટોપલો ફાયર વિભાગ ઉપર આવે છે. આથી પોર્ટલની ખામી દૂર કરવાની માંગ ઉઠી છે.

સરકાર દ્વારા ફાયરને લગતી તમામ કામગીરી ઓનલાઈન શરૂ કરવા માટે થોડા સમય પહેલા પોર્ટલ ચાલુ કરવામાં આવ્યું હતું. નવી એનઓસી અને રિન્યુઅલ માટે ઓનલાઈન અરજી કરતી વખતે ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં અરજદારોને ભારે મુશ્કેલી પડતી હોવાની ફરિયાદો ઉઠતા થોડા સમય માટે પોર્ટલ બંધકરી ફરી વખત તમામ કામગીરી ઓફલાઈન શરૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ એક માસ પહેલા ફરી પોર્ટલ ચાલુ કરી ફક્ત રિન્યુઅલ કામગીરી શરૂ કરવામાં આવેલ ફાયર એનઓસી રિન્યુ કરવાની તમામ જવાબદારી એફએસઓ ઉપર નાખવામાં આવેલ અને કામગીરી ચાલુ હતી તેવી જ રીતે ટેમ્પરરી ફાયર એનઓસી મેળવવા માટે અરજદારોને ફાયર વિભાગના ધક્કા ન ખાવા પડે એટલે પોર્ટલ ઉપર આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. પરંતુ છેલ્લા થોડા સમયથી ટેમ્પરરી ફાયર એનઓસી માટે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં આવે તેની ચકાસણી થયા વગર અને ફાયર વિભાગ દ્વારા નિયમ મુજબ સ્થળ ચકાસણી રિપોર્ટ અપલોડ ન થયો હોય તો પણ ફાયર એનઓસી તુરંત મળવા લાગી હતી. પોર્ટલમાં આ પ્રકારનો ફોલ્ટ સર્જાતા અમુક લોકો અધુરા ડોક્યુમેન્ટથી પણ ફાયર એનઓસી મેળવવા લાગ્યા હોવાની ફરિયાદો ઉઠતા આ મુદ્દે ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કરતા માલુમ પડેલ કે, ટેમ્પરરી ફાયર એનઓસી અરજદારને કોઈ જાતની તકલીફ વગર તુરંત મળવા લાગી છે.

Advertisement

મનપાના ફાયર વિભાગના સુત્રોમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ હાલમાં ફાયર એનઓસી રિન્યુ માટે એફએસઓની નિમણુંક કરવામાં આવી છે. અને સંપૂર્ણ જવાબદારી તેમના ઉપર ઢોળવામાં આવી છે. અને ત્યારે નવી ફાયર એનઓસી માટે ઓનલાઈન પ્રક્રિયામાં વિસંગતતા આવતી હોવાથી લોકો ઓફલાઈન અરજી કરવા લાગ્યા છે. જેમાં અરજી થયા બાદ ફાયર વિભાગનો સ્ટાફ સ્થળ તપાસ કરી ફાયરના સાધનોની ચકાસણી કર્યા બાદ ફાયર એનઓસી ફાળવે છે. પરંતુ ટેમ્પરરી ફાયર એનઓસી માટે લાંબી પ્રક્રિયા કરવી પડતી નથી.

ફટાકડાનો સ્ટોલ કે, અન્ય આયોજન માટે ટેમ્પરરી ફાયર એનઓસી લેવાતી હોય છે. છતાં અરજદારોએ ફાયર સેફ્ટીના નિયમનું ચુસ્તપણે પાલન કરવું પડતું હોય છે. જેની સામે પોર્ટલ પરથી તુરંત ફાયર એનઓસી મળવા લાગતા આ પ્રકારની એનઓસી લેનાર એકમમાં જો દુર્ઘટના ઘટે તો દોષનો ટોપલો ફરી વખત ફાયર વિભાગ ઉપર આવી શકે છે જેના લીધે ફાયર વિભાગ પણ મુંઝવણમાં મુકીઈ ગયું છે. અને આ મુદ્દે સરકારમાં રજૂઆત કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે.

ફાયર એનઓસીની 253 અરજી આવી, 243નો નિકાલ

ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ સરકારની સુચના મુજબ તેમજ નવા નિયમોના આધારે ફાયર વિભાગ દ્વારા ફાયર એનઓસી મુદ્દે અનેક એકમો સીલ કરવામાં આવ્યા હતાં. તેવી જ રીતે બાકી રહી ગયેલા એકમો સહિતનાએ ભીંસ વધતા ફાયર એનઓસી માટે અરજી કરેલ હતી. 1 એપ્રીલથી 30 સપ્ટેમ્બર સુધીમાં શાળા-કોલેજ, હોસ્પિટલો, કોમર્શીયલ બિલ્ડીંગો, હોટલ, રેસ્ટોરન્ટ, મોલ, સહિતના એકમો દ્વારા 253 અરજી નવી ફાયર એનઓસી માટે ઈન્વર્ટ કરવામાં આવી હતી. જેની સ્થળ તપાસ અને ચકાસણી કર્યા બાદ 243 એકમોને ફાયર એનઓસી ફાળવી દેવામાં આવી છે. ત્યારે 10 એકમોની સ્થળ તપાસ બાકી હોય પેન્ડીંગ રહેલ છે. જેની સામે ઓનલાઈન કરવામાં આવેલ અરજીનો હિસાબ ફાયર વિભાગ પાસે ન હોવાનું જાણવા મળેલ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement